ગાંધીનગરમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાની શાનદાર સવારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 11:58:51
  • Views : 463
  • Modified Date : 2020-06-15 11:58:51

ગાંધીનગર શહેર અને જિલ્લામાં પરોઢિયાં પહેલાથી ભારે ગાજવીજ સાથે મેઘરાજાની શાનદાર સવારીનું આગમન થયું હતું. અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે વરસેલા વરસાદથી સમગ્ર પાટનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વરસાદી માહોલથી ખેડૂતો અને નાગરિકોએ આનંદની લાગણી સાથે ગરમીથી રાહત અનુભવી હતી. ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં ૧૩મી જૂનના સવારના ૬ કલાકથી ૧૪મી જૂનના સવારના ૬ કલાક દરમ્યાન થયેલ વરસાદનો આંક મીમીમાં નીચે મુજબ છે. આ વરસાદ ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડયો છે. જેમાં કલોલ તાલુકાંમાં ૪૩ મી.મી ગાંધીનગર તાલુકો ૩૭ મી.મી, દહેગામ તાલુકાંમાં સૌથી વધુ ૭૭ મી.મી અને માણસા તાલુકામાં સૌથી ઓછો ૧૭ મી.મી વરસાદ નોંધાયો છે.
ગાંધીનગરમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદનું આગમન થઈ ગયું છે. જેમાં આજે સવાર પહેલાં પોણા ચાર વાગે ભારે ગાજવીજ સાથે મેઘરાજાની સવારીનું આગમન થયું હતું. સવારે ૮ વાગ્યા સુધી રહેલાં વરસાદી માહોલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જ્યારે પરોઢિયે વરસેલાં વરસાદથી ઘણાં લોકોની ઉંઘ બગડવાં સાથે વીજ કડાકાથી બાળકોંએ ડર અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News