અંબાજીમા મેઘરાજાનું આગમન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 11:12:07
  • Views : 476
  • Modified Date : 2019-07-22 11:12:07

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર અરાવલીની પહાડોમાં આવેલું છે. આ ધામમાં પાછલા ઘણા દિવસોથી વરસાદ ન આવતા લોકોને ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે આજે મેઘરાજાએ બપોરે વરસાદ કરતા લોકોને આંશિક ઠંડક મળી હતી. ત્યારબાદ સાંજે ફરીથી ભારે વરસાદ આવતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. અંબાજીમાં ઉજવણી કર્યા બાદ પણ વરસાદ આવ્યો ન હતો. ત્યારબાદ પર્જન્ય યજ્ઞ કર્યા બાદ પણ વરસાદ ન આવ્યો હતો. ત્યારે રવિવારે મેઘરાજાએ મન મૂકીને વરસતા અંબાજીના લોકોને ઠંડક મળી હતી.

Download Our B K News Today App



Related News