આજે ગુજરાતમાં મેઘરાજા જામશે : બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-25 11:36:39
  • Views : 344
  • Modified Date : 2022-07-25 11:36:39

વ

આજે ગુજરાતમાં મેઘરાજા જામશે : બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી

 

છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર  નોંધાયો છે. આ તાલુકાઓમાં 1 ઇંચથી લઇને 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠામાં  6 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બનાસકાઠામાં કાંકરેજમાં બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. બુકોલી, ઉંબરી, ખરીયા, દેવપુર, રૂણી સહિતના 33 ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી
આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે.હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 22 ઈંચ સાથે 66.06 ટકા વરસાદ નોંધાયો
ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં 20.90 ઈંચ સાથે 116.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.26 ઈંચ સાથે 46.82 ટકા, મધ્યગુજરાતમાં 17 ઈંચ સાથે 56.34 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 60.69 ટકા, દક્ષિણ ગુજરાતમાં 46.75 ઈંચ સાથે 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હજી ઉત્તર ગુજરાતમા વરસાદની ઘટ છે પરંતુ હાલમાં કરવામા આવેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 22 ઈંચ સાથે 66.06 ટકા વરસાદ નોંધાયો છે.

 

Download Our B K News Today App



Related News