બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-13 12:36:28
  • Views : 381
  • Modified Date : 2022-08-13 12:36:28


બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 80.02 ટકા વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં બનાસ નદીમાં વધારે પાણી આવતા પાણીની આવક શરૂ થઇ ગઈ છે જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે.


બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દાંતામાં 56 MM, પાલનપુમાં 45 MM, અમીરગઢમાં 43 MM જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જેથી લોકોને હાલાકી પડી હતી.


બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 68.34 ટકા, કાંકરેજમાં 76.84 ટકા, ડીસામાં 81.15 ટકા, થરાદમાં 89.45 ટકા, દાંતામાં 91.43 ટકા, દાંતીવાડામાં 71.62 ટકા, દિયોદરમાં 83.80 ટકા, ધાનેરામાં 68.99 ટકા, પાલનપુરમાં 76.46 ટકા, ભાભરમાં 79.94 ટકા, લાખણીમાં 73.33 ટકા, વડગામમાં 87.65 ટકા, વાવમાં 75.80 ટકા, સુઇગામમાં 99.02 ટકા એવરેજ વરસાદ નોંધાયો છે.


Download Our B K News Today App



Related News