ભર શિયાળામાં જામશે મેઘરાજાની જમાવટ !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-21 16:42:04
  • Views : 82
  • Modified Date : 2023-11-21 16:42:04

ગુજરાતમાં ભર શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 24થી 28 નવેમ્બર સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરામાં વરસાદ પડશે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ વરસાદ થશે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News