ડીસા પંથકમાં મેઘાવી માહોલ જામ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:12:48
  • Views : 420
  • Modified Date : 2019-09-27 11:12:48

ગુજરાત રાજ્ય પર વરસાદી સીસ્ટમ સક્રિય હોવાથી સમગ્ર રાજ્યમાં પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇ બનાસકાંઠા જિલ્લામાં પણ ગુરૂવારના સાંજના સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. મેઘાવી માહોલ જામ્યો હતો. ઠેર ઠેર વરસાદી ઝાપટાં થયાના પણ સમાચારો મળી રહ્યા છે. આકાશમાં
પવનની સાથે વાદળો દોડતા વરસાદ વરસ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી હતી ડીસા પંથકના વડાવળ આજુબાજુ ગામડાઓમાં સાંજના સુમારે જોરદાર વરસાદની શરૂઆત થઇ હતી અને આકાશમાં કાળાડિબાંગ વાદળોને લઈએ સમી સાંજે અંધારું છવાતા  હાઇવે પર વાહનચાલકોને ફરજિયાત લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી તોરી વરસાદી માહોલને લઇ લોકોને પરેશાની ભોગવવી હતી. જેમાં શાળાઓમાંથી છૂટી ઘરે જતા બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો
પડયો હતો.  બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા  આગામી ૨૯ તારીખ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News