મુન્દ્રામાં મેઘાનું તાંડવ : 40 મિનિટમાં ઇંચ ચાર વરસાદ, તાલુકામાં 2થી 3 ઇંચ ખાબક્યો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-09-14 12:11:46
- Views : 320
- Modified Date : 2020-09-14 12:11:46
કચ્છમાં લોકલ સિસ્ટમ સક્રીય થયા બાદ જિલ્લા મથકે શનિવારે ધોધમાર સાડા ત્રણ ઇંચ બાદ રવિવારે જિલ્લામાં સવારથી જ ઉકળાટ સાથે ધુપછાંવ ભર્યો વાતાવરણ રહ્યો હતો. બપોર બાદ 4 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કચ્છમાં મુન્દ્રા તાલુકો 2થી 4 ઇંચથી તરબતર થયો હતો તો સતત બીજા દિવસે વરસાદી ઝાપટાંથી અન્ય 3 તાલુકા અબડાસા, માંડવી અને ભચાઉ તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી હતી. વરસાદનો બીજો રાઉન્ડ લાંબો રહ્યા બાદ વરસાદે થોડા દિવસ પોરો ખાધો હતો, જેથી ખેડૂતોને વાવણી સહિતનો ખર્ચ નીકળે તેવી આશા હતી પરંતુ છેલ્લા બે દિવસથી ફરી વરસાદ શરૂ થતાં તે આશા પણ ઠગારી નીવડે તેવી દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજા રાઉન્ડના વરસાદથી વાડી, ખેતરો સુકાયા નથી તેવામાં ત્રીજા રાઉન્ડ સાથે મેઘરાજા લીલા દુષ્કાળ ભણી આગળ ધપી રહ્યા છે. મુન્દ્રામાં ઢળતી સાંજે ધૂમધડાકા અને ભયાવહ વીજળી સાથે ધોધમાર વરસાદ ખાબકતા ચોમેર પાણીના ધુરિયા વહી નીકળ્યા હતા અને મામલતદાર કચેરીએ ચાલીસ મિનિટમાં 93 મી.મી. વરસાદ નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ બાદ સાંજે 6.30ના સમયગાળા દરમ્યાન ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી મારતા પ્રથમ વીજપુરવઠો ખોરવાયો હતો. ત્યારબાદ ભેંકાર શાંતી વચ્ચે ગગન ગડગડાટ અને વીજળીના ચમકારા જારી રહેતા નગરમાં ભયનું મોજું ફેલાયું હતું.નગરના નીચાણવાળા વિસ્તારો હસનપીર બજાર, નદીવાળું નાકુ, ઓસવાળ શેરી, ડો બાબાસાહેબ આંબેડકર નગર, ખારવા ફળિયું વગેરેમાં વહી નીકળેલા પાણીએ ઘરોના ઉંબરે દસ્તક દીધી હતી. જ્યારે ઝંડાચોક આદર્શ ટાવર, જૂના બંદર રોડ પર પાણીનો ભરપૂર કેડ સમો ભરાવો થતા અનેક દ્વિચક્રી વાહનો અટવાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સમાઘોઘા, ભુજપુર, ઝરપરા, દેશલપર, પ્રાગપર, કપાયા, બરાયા, બોચા, બાબિયા, બેરાજા, વડાલા, લુણી, શેખડિયા, ભદ્રેશ્વરમાં પણ ભારે ગાજવીજ સાથે કલાકમાં સરેરાશ બેથી ત્રણ ઇંચ પાણી પડ્યું હોવાના અહેવાલ સાંપડ્યા હતા. પંથકમાં ભારે વરસાદને પગલે મોડી સાંજે કોઈ નુકસાની કે, વીજ પ્રપાતના બનાવ અંગે નાયબ મામલતદાર યશોધર જોશીનો સંપર્ક સાધતા તેમણે હજી સુધી સદભાગ્યે આવો કોઈ બનાવ સામે આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. ભચાઉ તાલુકામાં દિવસભરના બફારા બાદ વીજળીના ચમકારા સાથે કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. એકથી દોઢ ઇંચ પડી જતા ખરીફ પાકને સંપૂર્ણ નુકસાન થયું હતું. કપાસ વાવેતરના સમયથી શરૂ થયેલા વરસાદના કારણે ખેડુતોએ ચાર-ચાર વખત બિયારણ વાવવા છતા ઉપરાપરી વરસાદ પડતાં ફરીથી કપાસિયા બિયારણ ચોટી ગયા હોવાનું માણાબા સરપંચ અકબરભાઇ હાજી અલ્લારખાભાઇ રાઉમાએ જણાવ્યું હતું. તાલુકાના શિકારપુર, જંગી, સામખિયાળી, લલિયાણા, વાંઢિયા સહિતના ગામોમાં ઝાપટાંથી લઇને એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સહિત તાલુકાના ગામોમાં રવિવારે બપોર બાદ મેઘરાજાની ડરામણી પધરામણી થઇ હતી. તાલુકાના નલિયા ઉપરાંત, કોઠારા, ડુમરા, જખૌ, તેરા, વાંકુ, લાખણિયા, બારા સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો, જેથી અગાઉના વરસાદથી ખેતર, વાડીઓ સુકાઇ નથી તેવામાં ફરી પડેલા વરસાદથી પાણી ભરાઇ ગયા હતા. તો વળી નલિયા, ડુમરાની બજારોમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના વાંકુમાં આકાશી વીજળીએ નંદીનો ભોગ લીધો હતો. અબડાસા તાલુકાની હદ પૂર્ણ થયા બાદ નખત્રાણા તાલુકાના ઉગેડી સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટું વરસી ગયું હતું. માંડવીમાં એક ઇંચ તો તાલુકાના બિદડા, નાની ખાખર, ભોજાય સહિતના ગામોમાં ઝાપટાં રૂપે મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. તાલુકાના ગઢશીશામાં સાંજે 5.10થી 6 વાગ્યા સુધી અંદાજે અડધો ઇંચ પાણી પડી ગયું હતું. રાત્રે 8 વાગ્યા બાદ જિલ્લા મથક ભુજ સહિત આસપાસના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થતાં માર્ગો ભીના થયા હતા.ભચાઉ તાલુકાના વાંઢિયામાં રવિવારે જોરદાર વ૨સાદથી ખેડૂતો પાયમાલ બન્યા છે અને પાકને 100 ટકા નુકસાન થયું છે. ગત વર્ષનું પાક નુકસાનીનો વીમા હજુ ચુકવાયો નથી કે, સહાય પેટેની રકમ રૂ. 13,600 ચુકવાયા નથી. વરસાદથી જિલ્લાના મોટાભાગના ખેતરો, વાડીઓમાં પાણી ભરાઈ ગયા છે અને મોલ પણ સડી ગયા છે તેમ છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈપણ સરવે કરવા આવ્યું ન હોવાનું વાંઢિયાના પૂર્વ સરપંચ અંબાલાલ જેરામ પટેલે જણાવ્યું હતું.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



