સુરત શહેરમાં મેઘ મહેર, બે દિવસથી વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-09 16:36:26
  • Views : 105
  • Modified Date : 2023-09-09 16:36:26

લાંબા વિરામ બાદ ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યાં સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. પીપલોદ, કતારગામ, રાંદેર, અડાજણ અને ડભોલી રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્ચો છે.સુરત શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. બે દિવસથી વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.તો બીજી તરફ ગાંધીનગરના કલોલમાં વરસાદ વરસ્યો હતો. કલોકમાં સામાન્ય વરસાદ વરસતા જ રોડ પર પાણી ભરાયા હતા. કલોલના ટાવર ચોક, મામલતદાર કચેરી, કવિતા સર્કલ સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તામાં પર પડેલા ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Download Our B K News Today App



Related News