ચોમાસુ ૨૦૧૯ ▪રાજ્યમાં સાર્વત્રિક મેઘ મલ્હાર યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:49:23
  • Views : 705
  • Modified Date : 2019-08-10 11:49:23


▪બરવાળા માં ૧૫ ઇંચ મહુધા- ધંધુકામાં તેર ઈચ, કડી ગઢડામાં ૧૨ ઈચ, રાણપુર ગલતેશ્વર માં ૧૦ ઇંચ વરસાદ
▪રાજ્યના ૯૮ તાલુકાઓમાં ચાર ઈચથી વધુ વરસાદ
▪રાજયનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૭.૮૦ ટકા નોધાયોઃ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૯૮.૩૧ ટકા સરેરાશ વરસાદ થયો
***
 રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદી માહૌલ વચ્ચે સાર્વત્રિક રીતે મેઘ મલ્હાર યથાવત રાખી છે. જેમાં બરવાળા તાલુકામાં ૩૮૦ મી.મી એટલે કે ૧૫ ઇંચ, મહુધામાં ૩૪૦ મી.મી અને ધંધુકામાં ૩૨૨ મી.મી એટલેકે ૧૩ ઇંચ, કડીમાં ૩૦૧ મી.મી અને ગઢડામાં ૨૯૭ મી.મી  એટલે કે ૧૨ ઈચ, રાણપુરમાં ૨૬૭ મી.મી અને ગલતેશ્વરમા ૨૫૬મી.મીટર મળી કુલ બે તાલુકામાં ૧૦ ઇંચ ઇંચ જેટલો ચુડામાં ૨૪૨ મી.મી અને કલોલમાં ૨૨૮ મી.મી મળી કુલ બે તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૦ ઓગસ્ટ અને સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન  ધાંગધ્રા તાલુકામાં ૨૧૧મી.મી,જોટાણામાં ૨૧૦ મી.મી, વલ્લભીપૂરમાં ૨૦૫ મી.મી, નાંદોદમાં ૨૦૧મી.મી અને છોટાઉદેપુરમાં ૨૦૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જયારે ડેડીયાપાડા ૧૯૨મી.મી, રાપર ૧૦૯મી.મી, થાનગઢમા ૧૮૬ મી.મી, વઢવાણમાં ૧૮૫ મી.મી, ગોધરામાં ૧૮૪મી.મી, ગાધીધામમાં૧૮૦ મી.મી,સાણંદમાં ૧૮૦મી.મી, ઉમરાળામાં ૧૮૦ મી.મી.,કઠલાલ ૧૭૭ મી.મી, મહેસાણામાં ૧૭૮ મી.મી,આણંદમાં ૧૭૧ મી.મી, ભચાઉમાં ૧૭૩ મી.મી,રાજકોટમાં ૧૭૧મી.મી અને ડેસર ૧૭૧ મી.મી મળી કુલ ૧૪ તાલુકાઓમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના ઠાસરા,ધોળકા, વિંછીયા,ચોટીલા,મોરબી, ટંકારા,ધ્રોળ, ઉમરપાડા, વિજાપુર, આમોદ, કોટડાસાંગાણી અને ઉમરેઠ મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે  જ્યારે લાલપુર,જેતપુરપાવી, માતર ,જોડીયા મહેમદાવાદ,ખંભાત,જાંબુધોડા, ગોંડલ, બોરસદ,ધનસુરા,સુબીર, માંગરોળ, દસાડા,અમદાવાદ શહેર, સાયલા,હાલોલ, કરજણ,લખતર, મૂળી,લીબડી, લોધીકા, કલ્યાણપુર, સોજીત્રા, સમી, ભાવનગર, તારાપુર,બાબરા અને હિંમતનગર મળી કુલ ૩૦ તાલુકાઓમાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

આ ઉપરાંત સાવલી, સિહોર, લાઠી,અમરેલી, વાડિયા, કપડવંજ, વડોદરા, પડધરી, વસો, ઘોઘંબા, ખેડા, માણસા, ડભોઇ, નેત્રંગ,જામનગર, પાટણ,આંકલાવ, પ્રાંતિજ ,જસદણ, સાગબારા, સોનગઢ, બોડેલી, ગરુડેશ્વર અને માળીયામીયાણા મળી કુલ ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે  અન્ય ૩૦ તાલુકાઓમાં ૩ ઈચથી વધુ ,અન્ય ૫૧ તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય ૪૬ તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ સાથે રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૭.૮૦ ટકા જેટલો નોધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં  ૯૮.૩૧ ટકા, કચ્છમાં ૬૧.૬૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૪૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૭૭.૭૨ ટકા અને સૌરાષ્ટ્રમાં ૬૪.૧૫ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.

Download Our B K News Today App



Related News