પાટણ જિલ્લામાં મેધરાજાની ત્રણ દિવસથી રી એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 11:55:32
  • Views : 480
  • Modified Date : 2019-08-17 11:55:32

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ચારેકોર વરસાદી
પાણી ફરી વળ્યા છે ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં વૃક્ષો પડવાની ઘટનાઓ પણ બનવા પામી છે તાત્કાલિક માર્ગો પર પડેલા વૃક્ષો દૂર કરી વાહન વ્યવહારને ફરી શરૂ કરવામાં આવ્યો છે .  
જિલ્લામાં પડી રહેલા વરસાદના પગલે પાટણ ચાણસ્મા હાઈવે
પર  ગદોસણ  ગામના બસ સ્ટેન્ડ પાસે મોટોબાવળ પડી ગયો હતો જે અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા જેસીબી મશીન દ્વારા બાવળના વૃક્ષને ખસેડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પાટણ તાલુકાના બાલીસણાથી સંડેર રોડ પર લીમડાનું ઝાડ પડી ગયું હતું જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હોય મામલતદાર કચેરી ખાતે
ડીઝાસ્ટર મા ફોન દ્વારા જાણ કરવામાં આવતા  તેમજ વનવિભાગ  ને ટેલીફોનીક રજુઆત કરતા  વૃક્ષને રોડ પરથી દૂર કરવામાં આવ્યું હતું અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News