ડીસામાં રોટરી કલબ દ્વારા મેગા બોડી ચેકઅપ કેમ્પ યોજાયો....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 11:26:17
  • Views : 250
  • Modified Date : 2022-06-19 11:26:17


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બીમારીનું પ્રમાણ વધતા હોસ્પિટલો રોજે રોજ બીમાર દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ત્યારે આવા સમયે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને સમયસર નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે.જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં આવેલ રોટરી કલબ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમ આવતાં હોય છે ત્યારે આજે ડીસાના ભણસાલી હોસ્પિટલ ખાતે રોટરી કલબ ના સંયુક્ત ઉપક્રમે મેગા બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૧૧ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ 13 ડોકટરોની ટિમો દ્વારા ૧૦૫ જેટલા દર્દીઓની બોડી ચેકઅપ તેમજ  વિવિધ રોગીનું ચેકઅપ કરવામાં અવાયું હતું જેમાં તબીબો દ્વારા તમામ અનેક દર્દીઓને સારી સારવાર તેમજ રિપોર્ટ કરીને દર્દીઓને સેવા આપી હતી ત્યારે આ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ ભણસાલી હોસ્પિટલ સ્ટાફ સહિત તબીબો હાજરી આપી હતી

Download Our B K News Today App



Related News