ડીસા ખાતે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ : આવતીકાલે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે જનતાનો સહકાર માંગ્યો

  • Published By :
  • Published Date : 2022-09-09 17:54:17
  • Views : 249
  • Modified Date : 2022-09-09 17:54:17

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીની સમસ્યાઓ મા નોંધપાત્ર વધારો થયો છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે તો બીજી તરફ ભાજપ સરકાર મોંઘવારીને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડી છે એના વિરોધમાં આજે ડીસા ખાતે કોંગ્રેસ આગેવાનોને બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે વહેલી સવારથી જ તમામ લોકો ધંધા રોજગાર બંધ રાખે અને કોંગ્રેસના એલાનને સફળ બનાવે તેવી કોંગ્રેસ આગેવાનો એ લોકોને વિનંતી કરી છે.આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે સરકાર સામાન્ય વ્યક્તિની કોઈ જ વાત ધ્યાને લેતી નથી રોજેરોજ વધી રહેલી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર માં આમ જનતા પીસાઈ રહી છે ત્યારે હવે લોકોએ પણ સરકારને જવાબ આપવાનો સમય આવી ગયો છે અને આવતીકાલના બંધ ના એલાનને સફળ બનાવી ઊંઘતી ભાજપ સરકારને જગાડવાનો પ્રયાસ થાય તે જરૂરી છે

Download Our B K News Today App



Related News