ડીસામાં આગામી રથયાત્રા માટે મીટીંગ યોજાઇ : રથયાત્રાના ભવ્ય આયોજન સાથે તડામાર તૈયારીઓ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:34:23
  • Views : 233
  • Modified Date : 2022-06-01 11:34:23

 

ડીસામાં આગામી રથયાત્રાના આયોજન માટે આજે સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને ટ્રસ્ટની મિટિંગ યોજાઇ હતી જેમાં સમિતિના કન્વીનરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી

મળેલ મીટીંગ રથયાત્રાની ભવ્ય તૈયારીઓ ના આયોજન સાથે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આજે હઠીલા હનુમાન મંદિર ખાતે સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને ટ્રસ્ટની મળેલી મિટિંગમાં તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથની અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા માટે કરીને વિવિધ સમિતિઓની રચના કરી સમિતિને કન્વીનરોને રહે વિવિધ જવાબદારીઓ સોંપી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને ટ્રસ્ટના પ્રમુખ ગંગારામભાઈ પોપટ ના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં ટ્રસ્ટ અને સમિતિના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ સહિત ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મીટીંગ મા ગત મીટીંગનાં એજેન્ડા વંચાણે લેવાતા મીટીંગ તોફાની બની હતી. ગત મીટીંગ મા ટ્રસ્ટ ના મંત્રી અને ખજાનચી હિસાબો રજૂ કરતા ના હોઈ પ્રમુખ દ્વારા ટ્રસ્ટ ના મંત્રી દશરથ રાજગોર ને હિસાબો રજુ કરવા નોટિસ આપવામાં આવેલ હતી જે નોટિસ ના અનુસંધાને મંત્રી દશરથ રાજગોરએ માત્ર ૨૦૧૯, ૨૦૨૦,અને ૨૦૨૧ સુધીના હિસાબો રજૂ કરાયા હતા જો કે વર્ષે રથયાત્રા યોજાઇ ના હતી તેથી મીટીંગ મા ઉપસ્થિત તમામે તેનો વિરોધ કર્યો હતો અને વર્ષ ૨૦૧૨ થી તમામ હિસાબો રજૂ કરવા જણાવતા ટ્રસ્ટ ના મંત્રી હિસાબ નો ઠીકરો ખજાનચી ઉપર ફોડ્યો હતો. પરંતુ ખજાનચી મુકેશ પંડ્યા છેલ્લી મીટીંગ થી હાજરના રહેતા હોઇ પ્રમુખ શ્રી અને મીટીંગ માં હાજર સભ્યો બિફરતા મંત્રી દશરથ રાજગોરએ મુકેશ પંડ્યા ને ખજાનચીની જવાબદારીથી મુક્ત કરી વસંત ભરતીયા ને ખજાનચી તરીકે નિયુક્ત કરવા સભા સમક્ષ પ્રસ્તાવ મુકતા હાજર સભ્યો પ્રસ્તાવ સ્વીકારી સંસ્થા ના ખજાનચી મુકેશ પંડ્યા ને જવાબદારી થી મુક્ત કરી વસંત ભરતીયા ની ખજાનચી તરીકે નિયુક્તિ કરી હતી.

ત્યારબાદ ભગવાન જગન્નાથજીની આગામી આષાઢી બીજ ના દિવસે નીકળનારી રથયાત્રા ની તડામાર તૈયારીઓ ની શુરુવાત કરવામાં આવી હતી. રથયાત્રા માટે કુલ ૧૦ જેટલી સમિતિઓ બનાવવા માં આવી છે, વિવિધ કમિરીઓ માં સુભાષ સેવા ટ્રસ્ટ ના પૂર્વ પ્રમુખ બાદર સિંહ વાઘેલા, સુરેશ પુરોહિત, નિલેશ પરમાર, તેમજ વસંતભરતિયા, પ્રિતેશ શર્મા, એડવોકેટ હીનાબેન ઠક્કર, અતુલભાઈ દરજી, અતુલ દૈયા, હાથીભાઈ વાઘેલા, મુન્ના મહારાજ, સહિત ના ગ્રામ અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવેલ છે

ઉપરાતં વર્ષે ભગવાન નો મોસાળ કચ્છી કોલોની ખાતે આવેલ પાતાલેશ્વર મહાદેવ ખાતે લઇ જવામાં આવશે. મોસાળ માં ભગવાન જગન્નાથજી બહન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ૧૫ દિવસ સુધી વિરાજશે.

વર્ષે યાત્રા હઠીલા હનુમાન થી પ્રસ્થાન કરશે અને હરિઓમ સ્કૂલ, એસ સી ડબલ્યુ હાઇસ્કુલ, અંબિકા ચોક, કચ્છી કોલોની, પાણી ની ટાંકી, કોલેજ રોડ, ચંદ્રલોક સોસાયટી, લાયન્સ હાલ, બગીચા, ફુવારા, મેઈન બજાર, સોની બજાર, ગાંધી ચોક, રિસાલા ચોકલાઠી બજાર થઈ હઠીલા હનુમાન ખાતે યાત્રા પૂર્ણ થશે.

યાત્રા માં તમામ ગ્રામજનો જોડાવવા પ્રમુખે અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News