મડાણા પીએચસીમાં એમબીબીએસ મેડીકલ ઓફિસર મુકવા માંગ ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 12:03:15
  • Views : 563
  • Modified Date : 2021-04-23 12:03:15

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનંુ સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે ત્યારે  શહેરો બાદ હવે કોરોનાએ ગ્રામીણ વિસ્તારોમાં પગ પેસારો કર્યો છે અને લોકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના પીએચસી સેન્ટરોમાં મેડીકલ ઓફિસરોને ટ્રેનિગમાં મોકલી દેતા ગ્રામીણ વિસ્તારના લોકોએ ખાનગી દવાખાનાઓમાં દંડાવાનો વારો આવ્યો છે.
મડાણા ગઢ પીએચસી સેન્ટર છ ગામોનંુ એકમાત્ર સરકારી સેન્ટર છે. પરંતુ અહી મેડીકલ ઓફિસર જ નથી. હાલમાં ગઢ વિસ્તારના લોકો ખાનગી દવાખાનાઓમાં કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે. રોડ પર કણસતા લોકોના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે મડાણા
પીએચસીમાં મેડીકલ ઓફિસર જ નથી જેને લઈને પીએચસીમાં આવતા ગઢ, મડાણા, દલવાડા, તાલેપુરા, સલ્લા અને સાસમ જેવા ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સબ સલામતના દાવા કરતુ જિલ્લાનંુ આરોગ્ય વિભાગ શુ ગ્રામીણ વિસ્તારના લોકોની કોઈ ચિંતા કરશે કે
પછી ખાનગી દવાખાનાઓમાં જ લૂંટાવા દેશે.
પાલનપુર તાલુકાનો સૌથી મોટો ગઢ વિસ્તારના સરકારી દવાખાનામાં એમબીબીએસ ડોકટરના અભાવે લોકોને સારવાર માટે ખાનગી દવાખાનાનો આશરો લેવો પડી રહ્યો છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જેઓ આવી કપરી પરિસ્થિતિમાં માંડ મજુરી કરી પોતાનુ
પેટીયુ રળી રહ્યો છે તેમને ખાનગી દવાખાનાઓમાં લૂંટાવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠાના પ્રભારી સચીવ વિજય નહેરા કે જેઓ હાલ બનાસકાંઠાની મુલાકાતે છે તેમને એકવાર ગ્રામીણ વિસ્તારોની મુલાકાત કરવી જરૂરી છે અને અહીની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવુ જાેઈએ. એવી આ વિસ્તારના લોકોની માંગ છે.  તત્કાલીન ધોરણે મડાણા પીએચસીમાં એમીબીએસ મેડીકલ ઓફિસરની નિમણુક આપવામાં આવે તેવી જનમાંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News