દાહોદના સંજેલી ખાતે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-09 17:02:20
  • Views : 101
  • Modified Date : 2023-09-09 17:02:20

દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવી રહ્યા છે. સંજેલીના ડુમરાળ રસ્તા પર ફરી એકવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળ્યું છે. બે દિવસ પહેલા પણ ભામણ ઘાટીમાં કોઇ શખ્સ મેડિકલ વેસ્ટ ફેંકી ગયું હોવાનું સામે આવ્યુ હતુ. તો ચોક્કસથી આ તપાસનો વિષય છે, કે મેડિકલ વેસ્ટ કોણ ફેંકી જાય છે.આ કોઇ સરકારી હોસ્પિટલનો છે, કે ખાનગી હોસ્પિટલનો છે કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નાખવામાં આવે છે. આ અંગે આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે તપાસ કરીને કાર્યવાહી કરે તે જરૂરી છે.તો આ અગાઉ મહેસાણામાં પણ આવી જ ઘટના જોવા મળી હતી. મહેસાણાના કડી તાલુકાના ઘુમાસણ ગામે નાગરિકોના સ્વાસ્થય સાથે ચેડા થયાની ઘટના સામે આવી હતી. મહેસાણાના વડુ રોડ પર ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળી આવી હતી. કડી તાલુકામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મળવાની આ પ્રથમ ઘટના નથી. એક અઠવાડિયામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મળ્યાની આ ત્રીજી ઘટના છે.

Download Our B K News Today App



Related News