ઘાટલોડિયાના પ્રભાતચોક પર કોરોના કિઓસ્ક પર મેડિકલ ટીમ ગેરહાજર, લોકોની ભીડ જામી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 12:41:49
  • Views : 340
  • Modified Date : 2020-09-25 12:41:49

       શહેરમાં કોરોનાના કેસોના સંક્રમણને અટકાવવા માટે થઈ કેસોને શોધવા સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના સાતેય ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં કિઓસ્ક ઊભા કરી અને કોરોનાનાં મફતમાં ટેસ્ટ થાય છે ત્યારે ઘાટલોડિયાના પ્રભાતચોક વિસ્તારમાં સવારે 9થી 5 ટેસ્ટનો ટાઈમ હોવા છતાં કિઓસ્ક પર કોઈ મેડિકલ ટીમ હાજર જોવા મળી નથી.

ટેસ્ટ કરાવનાર હાજર ટેસ્ટ કરનાર નહીં
લોકો ટેસ્ટ માટે આ કિઓસ્ક પર 9 વાગ્યા પછી પહોંચ્યા હતા. જો કે 10 વાગ્યા સુધી મેડિકલ ટીમ ત્યાં હાજર ન હતી. જેથી લોકોએ ત્યાં રાહ જોવી પડી હતી. સવારે 9 વાગ્યાથી બપોરે 12 સુધીમાં દરેક કિઓસ્ક પર લોકો ટેસ્ટ કરાવવા હવે ધીરેધીરે આવી રહ્યા છે. જો કે તેની વચ્ચે આવા કિસ્સા બની રહ્યા છે. કોર્પોરેશન તંત્રના અધિકારીઓએ આવી લાલિયાવાડી પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.

અમદાવાદમાં કોરોનાનો આંક 35,673 પર પહોંચ્યો છે
ગઈકાલે સુધી અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 182 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીનાં મોત થયાં છે. જ્યારે કુલ 123 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 23 સપ્ટેમ્બરની સાંજથી 24 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 156 અને જિલ્લામાં 27 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે તેમજ શહેરમાં 99 અને જિલ્લામાં 24 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 35,673 થયો છે. જ્યારે 29,605 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,794 થયો છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં સપ્ટેમ્બરમાં કોરોનાની સ્થિતિ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 સપ્ટેમ્બર159484
2 સપ્ટેમ્બર169386
3 સપ્ટેમ્બર166376
4 સપ્ટેમ્બર171485
5 સપ્ટેમ્બર183278
6 સપ્ટેમ્બર173377
7 સપ્ટેમ્બર172381
8 સપ્ટેમ્બર170395
9 સપ્ટેમ્બર1714121
10 સપ્ટેમ્બર1674134
11 સપ્ટેમ્બર1743127
12 સપ્ટેમ્બર1753151
13 સપ્ટેમ્બર1724156
14 સપ્ટેમ્બર1753193
15 સપ્ટેમ્બર1724215
16 સપ્ટેમ્બર1653244
17 સપ્ટેમ્બર1714224
18 સપ્ટેમ્બર1733203
19 સપ્ટેમ્બર1783184
20 સપ્ટેમ્બર1834145
21 સપ્ટેમ્બર1773120
22 સપ્ટેમ્બર1853124
23 સપ્ટેમ્બર1853129
24 સપ્ટેમ્બર1823123
કુલ4,168793,255

Download Our B K News Today App



Related News