મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-29 18:07:20
  • Views : 504
  • Modified Date : 2019-05-29 18:07:20

આર્થિક અનામત અને સુરતની ઘટના ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસકોન્ફરન્સ કરી હતી. 10 ટકા ઈબીસી આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી બિન અનામતના વિધાર્થીઓને મેડિકલ ,એન્જિનિયરની પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે ભારત સરકારે નોટિફીકશન જાહેર કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શિક્ષણ વિભાગના અધિકારીની હાજરીમાં ઈબીસીને લાગુ કરવા બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં મેડિકલ કોલેજ સહિતની પ્રવેશ સહિત ચર્ચા કરવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં 100 બેઠકો હોય તો ઈબીસીને કારણે 125 બેઠકો કરવી પડે તેવી પરિસ્થિતી છે. અન્ય જ્ઞાતીઓના અનામત બેઠકો અસર ન કરીને ઈબીસી લાગુ કરવામાં આવશે.150 બેઠકો વાળી કોલેજમાં હવે 185 બેઠકો બનશે જેમાં 185 બેઠકમાંથી 28 બેઠક ઓલ ઇન્ડિયાના ક્વોટામાં જશે. ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં 10 ટકા ઈબીસીને કારણે બેઠકોમાં વધારો થશે. જ્યારે 4350 મેડિકલ બેઠક ગુજરાતમાં હતી તેની જગ્યાએ હવે 914 બેઠકોનો ઈબીસીને કારણે વધશે. 914 જેટલી નવી બેઠક આ વર્ષે વધી છે. ગુજરાતની 5264 મેડિકલ બેઠકો વધશે. જ્યારે અમરેલીની 185 બેઠકોમાં પણ વધારો થશે.

Download Our B K News Today App



Related News