કોરોના મહામારી વચ્ચે દર્દીઓની માનસિક સ્થિતિ મજબૂત કરવા બનાસ મેડીકલ કોલેજે શરૂ કર્યુ કાઉન્સેલિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-22 11:57:08
  • Views : 541
  • Modified Date : 2020-04-22 11:57:08

કોરોના મહામારીથી સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર આપવાનું અમૂલ્ય કામ બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલની ટીમ દ્વારા થઇ રહ્યું છે. આ દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. જે ઉપરાંત બનાસ મેડિકલ કોલેજની ટીમ દ્વારા એક નવતર અભિગમ શરૂ કરાયો છે. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓના કુટુંબીજનો, આઇસોલેશન વોર્ડમાં દાખલ થયેલ શંકાસ્પદ દર્દીઓ અને સંક્રમિત થયેલા દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિઓનો ટેલિફોનિક સંપર્ક કરી તબીબો દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના મામલે લોકોમાં અનેક ખોટી અફવાઓના કારણે જે
પરિવારના વ્યક્તિનો રિપોર્ટ
પોઝીટીવ આવે કે કોરન્ટાઇન કરવામાં આવે તે વ્યક્તિ અનેક વિચારોમાં ઘેરાય છે. જેથી નિષ્ણાંત તબીબો દ્વારા થતા કાઉન્સેલિંગથી શંકાસ્પદ દર્દીઓ  અને કોરન્ટાઇન કરેલા વ્યક્તિઓનું મનોબળ મજબૂત થાય છે. કાઉન્સલિંગથી કોરોનાની સાચી માહિતી ખ્યાલ આવતા માનસિક ભય અને ડરનો માહોલ ઓછો થાય છે. કાઉન્સેલિંગથી લોકો તણાવ મુક્ત સ્થિતિનો અહેસાસ કરે છે. બનાસ મેડીકલ કોલેજના આ કામને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
કોરોના મામલે સરકાર દ્વારા અનેક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે બાબત સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ
પાલનપુર પ્રયત્ન કરે છે. કોરોના મહામારી વચ્ચે ડાયાબિટીસ, હદયરોગ,
હાયપરટેન્શન (બીપી), શ્વાસ (દમ), કેન્સરની બીમારી કે મોટી ઉંમરના વ્યકતિઓને કે જેઓને કોરોના મહામારીનું વિશેષ જોખમ રહેલ છે. તેઓને બનાસ મેડીકલ કોલેજ અને બનાસ ડેરી ડીએચ વિભાગના કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત સંપર્ક કરી માર્ગદર્શન આપવામાં આવે છે. આવા વિશેષ જોખમ ધરાવતા દર્દીઓને નિષ્ણાંત તબીબનું માર્ગદર્શન હેલ્પલાઈન ઉપર આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૮૭૯ દર્દીઓને કોરોનાથી બચવા માટે સાવચેતીના શું પગલા ભરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું છે. કોરોના મહામારી વચ્ચે બનાસવાસીઓ માટે બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર આરોગ્ય સેવાનું ઉત્તમ કામ કરી સાચા અર્થે દેશસેવા કરી રહી છે.

Download Our B K News Today App



Related News