જમીઅત ઉલ્માએ હિન્દ (મો અરશદ મદની સા) વતી સર્વધર્મ મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:59:51
  • Views : 522
  • Modified Date : 2019-04-15 06:59:51

સિદ્ધપુર શહેરમાં જમિયત ઉલ્મા એ હિન્દ, સિદ્ધપુર (મૌલાના અરશદ મદની) ગ્રુપ દ્વારા સિદ્ધપુર શહેરની ટી એન્ડ એચ.એ. એડનવાલા પ્રાથમિક શાળામાં  પ્રથમ વિના મૂલ્યે (ફ્રી) મેડીકલ ચેકઅપ/ બ્લડ ચેકઅપ કેમ્પમા શહેરના નામાંકિત ડોક્ટરોના સહકારથી આયોજન કરવામાં આવેલું જેમાં સિદ્ધપુર શહેરના હિન્દુ તથા મુસ્લિમ ભાઇઓ તથા બહેનો એ ૫૦૦ જેટલા લાભાર્થી ઓએ ફિઝિશિયન  સર્જન ગાયનેક ઓર્થોપેડીક ડેન્ટલ એમ ડી સર્જન  ની સારવાર મેળવવવાનો લાભ લીધેલ અને ૬૧૫ લાભાર્થી ઓને વિના મુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવેલું,આ પ્રસંગે સિદ્ધપુર શહેરના નામાંકિત ડોક્ટરો. ડો,અનિસભાઈ મન્સૂરી (એમ.ડી.ફિઝિશિયન), ડો.એમ યુ સેંગર(એમ એસ સર્જન), ડો.આસિફ સુથાર(હાડકાના નિષ્ણાત), ડો.રુબીના બેન મન્સૂરી (આંખના નિષ્ણાત), ડો.ભાવેશ પ્રજાપતિ (બાળ રોગના નિષ્ણાત), ડો.મેહતાબબેન સુથાર(મોમીન)(સ્ત્રી ગાયનેક), ડો.પ્રદીપ ભાઈ પટેલ(બી એચ એમ એસ)(ચામડી રોગ),  બ્લડ ગ્રુપ ચેકઅપ, આ ડોકટરોએ સેવાઓ આપેલી જેમાં સિદ્ધપુર મુખ્ય સમસ્યા હાડકાં અને ચામડી ના રોગો ના ૩૦૦ ઉપરાંત દર્દીઓ આ કેમ્પમાં નોંધણી થવા પામેલ જેઓને સારવાર તેમજ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવેલું, આ સાથે સંસ્થા તરફ થી ડોક્ટરોનું બુકે તથા મોમેન્ટો અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સંસ્થામાં મેડીકલ સહાય,વિધવા સહાય,શિક્ષણ સહાય, આર્થિક સહાય, કાનૂની સહાય, કુદરતી હોનારત સહાય, સીવણ કલાસ, વગેરે આ સંસ્થા સેવા આપે છે.
આ પ્રસંગે કાર્યકમ ને સફળ બનાવવા જમીઅત ઉલ્માંએ હિન્દ, સિદ્ધપુરના હોદ્દેદાર મૌલાના અશરફ શેરા, આસીમભાઈ મસાયખી, રાજુ ભાઈ મેમણ(કાલુ ભાઈ), મૌલાના મુફ્‌તી મોહમ્મદ, અ.કરીમ ભાઈ બલોચ, શકીલ ભાઈ પેપરવાલા, મુસ્તુફાભાઈ, યુસુફ ભાઈ,ઇમરાન ભાઈ મેમણ, ઇમરાન ભાઈ નાગોરી, ફિરદોસભાઈ, જે.કે.સૈયદ, ઝહીરભાઈ, અય્યુબભાઈ નાગોરી, અબુબક્કરભાઈ, મુરતુજાભાઈ, મૌલાના,અબ્દુલ વાહીદભાઈ, આબીદભાઈ શેખ, સોયાબભાઈ  પેન્ટર, અને  કાર્યકરોએ  કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ અને એહમદી ગ્રુપ, ખીદમતે ખલ્ક ગ્રુપ,એસ.એમ.વાય.સી. ગ્રુપે સેવા આપી હતી  તથા એડનવાલા પ્રાથમિક સ્કૂલ ટ્રસ્ટી તથા સ્ટાફ વતી મદદ કરી સેવાઓ પુરી પાડી હતી અને મદદ રૂપ થયા હતા અને જે કે સૈયદે તમામ પોગ્રામનું સંચાલન કર્યુ હતું.


Download Our B K News Today App



Related News