યુ-ટયુબ પર વીડિયો જોઇ સંકેત MD ડ્રગ્સ બનાવતો હતો, સલમાનને લઈ ડુમસમાં ભાડાના ફલેટમાં તપાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 14:40:39
  • Views : 333
  • Modified Date : 2020-09-25 14:40:39

     સંકેત અસલાલીયા 10 મહિનાથી વાપીથી 10થી 12 અલગ કંપનીઓના કેમિકલો લાવી પ્રવાહી સાથે મિક્ષણ કરી કડોદરાની ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ તૈયાર કરતો હતો. રૂમ બંધ કરી રાત્રીના સમયે ડ્રગ્સ બનાવતો હતો. સૂત્રોનું માનીએ તો સંકેત યુ-ટયુબ પર વીડિયો જોઇ એમ.ડી.ડ્રગ્સ બનાવે છે. ડુમસ ગામ કણબીવાડ ખાતે એપાર્ટમેન્ટમાં ભાડેના ફલેટમાં ક્રાઇમબ્રાંચે મોડી સાંજે તપાસ કરી હતી. ડ્રગ્સ પેડલર સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરીને લઈને આવી હતી. તેના ફલેટમાંથી લેડિઝની ચંપલો,કપડા મળ્યા હતા. સલમાન મહિલા સાથે રહેતી હોવાની આશંકા છે. સલમાન મોડીરાત્રે અને વહેલી સવારે એમ.ડી.ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની વાત છે. સલમાન મોડીરાત્રે કારમાં અને સાથે 1 બાઇક આવે છે. સલમાન ઉર્ફે અમન ઝવેરી સાથે આદીલ ફલેટમાં સાથે રહેતા હોવાની વાત છે. આરોપી સલમાન, સંકેત અને વિનયને કોર્ટએ 7 દિવસના રિમાન્ડ આપ્યા છે, હવે મુંબઈ જશે.

ડ્રગ્સનું ફેલાયેલું નેટવર્ક
રાંદેર કોઝવે રોડ, જીમખાના રોડ, અડાજણ પાલ રોડ, ડુમસ રોડ પર જીંજર હોટલની ગલીમાં નવા ગણપતિ ઓવારા, પાર્લે પોઇન્ટની થ્રી સ્ટાર હોટેલની પાછળના વોક વેથી લઈ અઠવાગેટ વોકવે સુધીમાં તપાસ કરવાની જરૂર છે. ડુમસ આસપાસની ડ્રગ્સ ઘૂસાડાતુ હોવાની ચર્ચા છે.

Download Our B K News Today App



Related News