મેયર, અમે તમારો ચહેરો હટાવ્યો કારણ કે તમે માસ્ક હટાવી દીધું...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 11:53:15
  • Views : 322
  • Modified Date : 2020-09-26 11:53:15

     કોરોનાના કારણે આ શહેરે 1788 લોકોને ગુમાવી દીધા છે. 34,289 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આ સંજોગોમાં શહેરનાં પ્રથમ નાગરિક એવાં મેયર બિજલબહેન પટેલ શુક્રવારે યોજાયેલી મ્યુિન.ની સામાન્ય સભામાં માસ્ક પહેરી રાખીને એક સારું ઉદાહરણ આપે એવી અપેક્ષા હતી, પરંતુ તેમણે માસ્ક હટાવી દઈને ખરાબ દાખલો બેસાડ્યો છે. આના વિરોધમાં ‘દિવ્ય ભાસ્કર’એ તેમનો માસ્ક વગરનો ચહેરો તસવીરમાંથી હટાવી દીધો છે. આશા છે કે, મેયર નિયમ ભંગ બદલ દંડ ભરશે અને કાયમ માસ્ક પહેરી રાખશે.

રાજ્યના નાગરિકોને માસ્ક નહીં પહેરવા બદલ 52 કરોડનો દંડ થયો
રાજ્યના નાગરિકો પાસેથી પોલીસે માસ્ક નહીં પહેરવા બદલ છેલ્લા ત્રણ મહિનામાં જ 52 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. જ્યારે શહેરના નાગરિકો પાસેથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને મળીને દંડ પેટે 11 કરોડ પડાવી લીધા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ શહેરની સંખ્યાબંધ હોટેલો, મોલ સહિતના અેકમો સીલ કરાયા છે. શુક્રવારે મળેલી સામાન્ય સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ બેઠક વ્યવસ્થા કરી હતી. પરંતુ સભા શરૂ થાય તે પહેલાં અને પૂરી થયા પછી મોટાભાગના તમામ કોર્પોરેટરો ટોળે વળેલાં જોવા મળ્યા હતા. છતાં તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

શહેરના નાગરિકે માસ્ક નહીં પહેરતા પોલીસ દુકાનમાં ઘૂસી ઉઠાવી ગઈ
કાલુપુરમાં ટાયરની દુકાનમાં ઘૂસીને પોલીસે વેપારી અને તેના પુત્રને ધમકી આપીને માસ્ક ન પહેરવાનો બે હજાર દંડ વસૂલવાનું દબાણ કર્યું હતું. દંડ ભરવાની ના પાડતા પોલીસે મારામારી કરી વેપારીના પુત્રને જીપમાં ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. કાલુપુરના પીઆઈ આર.જી. દેસાઈએ જણાવ્યું કે, પોલીસ દુકાનમાં ગઈ ત્યારે વેપારીએ માસ્ક પહેર્યું ન હતું અને પોલીસ પર ખોટું કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા. જેથી વેપારીના પુત્રને ચોકી પર લઈ જઈ દંડ વસૂલ કરી જવા દીધો હતો.

Download Our B K News Today App



Related News