માયાવતીના ભાઇ વિરુદ્ધ IT ની મોટી કાર્યવાહી, 400 કરોડનો પ્લોટ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 16:17:35
  • Views : 444
  • Modified Date : 2019-07-18 16:17:35

માયાવતીના ભાઇ આનંદ કુમારની સંપત્તિની તપાસ આયકર વિભાગ કરી રહ્યું છે. આયકર વિભાગને તપાસમાં જાણવા મળ્યું છે કે આનંદ કુમારની પાસે નોઇડામાં 28328 સ્કેવર મીટરનો એક બેનામી પ્લોટ છે. 7 એકરમાં ફેલાયેલા આ પ્લોટની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે. આનંદ કુમાર અને તેમની પત્ની વિચિત્ર લતાના આ બેનામી પ્લોટને જપ્ત કરવાનો આદેશ 16 જુલાઇએ વિભાગની દિલ્હી સ્થિત બેનામી નિધેષ એકમ (બીપીયૂ) એ જાહેર કર્યો હતો. જે બાદ આજે એટલે કે 18 જુલાઇએ આયકર વિભાગે પ્લોટને જપ્ત કર્યો છે.આયકર વિભાગના સૂત્રોનો દાવો છે કે આનંદ કુમારની કેટલીક વધુ બેનામી સંપત્તિઓની જાણકારી તેમની પાસે છે, જે ભવિષ્યમાં જપ્ત કરવામાં આવી શકે છે. આનંદકુમાર વિરુદ્ધ થયેલી આ કાર્યવાહીનો રેલો માયાવતી સુધી પહોંચી શકે છે. આ અંગેની તપાસ ઇડી પણ કરી રહ્યું છે

Download Our B K News Today App



Related News