સાબરકાંઠામાં માવઠુ: સૌરાષ્ટ્રમાં શિતલહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-04 17:19:43
  • Views : 42
  • Modified Date : 2025-02-04 17:19:43

સૌરાષ્ટ્રમાં ગઈકાલે આખો દિવસ ધાબડિયુ હવામાન રહ્યુ હતું.તેમજ સાબરકાંઠાના અમૂક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. જોકે આજે સવારથી ફરી સ્વચ્છ હવામાન થઈ ગયું છે.અને સવારનાં ભાગે શિતલહેરોનો અનુભવ થયો હતો.

આજે સવારે નલિયા ખાતે 9.6 ડિગ્રી, તેમજ રાજકોટમાં 15.2, પોરબંદરમાં 15, વેરાવળમાં 18.3, અમદાવાદ ખાતે 17.3, અમરેલીમાં 15.6, વડોદરામાં 17.4, ભાવનગરમાં 17.2, ભુજમાં 15.4, દાહોદમાં 14.3, દમણમાં 16.6, ડિસામાં 16.4, દિવમાં 15.2, તથા દ્વારકા ખાતે 15.2, ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જયારે જામનગરમાં તાપમાનમાં વધારા ઘટાડા દોર વચ્ચે આજે લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે 14 ડિગ્રી પારો નોંધાયો હતો.જયારે સતત બીજા દિવસે મહતમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 3.8 કિમિ નોંધાઇ છે. 

Download Our B K News Today App



Related News