ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં માવજીભાઈ દેસાઈની બિનહરીફ વરણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-21 12:08:32
  • Views : 339
  • Modified Date : 2021-07-21 12:08:32

     બનાસકાંઠા જિલ્લામાં હાલ માર્કેટયાર્ડની ચૂંટણીઓ યોજાઈ રહી છે.જેમાં તમામ માર્કેટયાર્ડની ચૂંટણી રસાકસી બની રહી છે, ચૂંટણીઓ આમ તો સરકાર દ્વારા યોજાતી હોય છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણીઓ ભાજપ અને ભાજપ વચ્ચે યોજાઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે ભાજપના ઉમેદવાર ઉમેદવારી કરતા ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી.

     ડીસા એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણી માટે સહકાર રાજકારણમાં ગરમાવો હતો. માસ અગાઉ અચાનક ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા સરકાર દ્વારા સ્થગિત રાખવામાં આવી હતી. જે બાદ આજે ફરી ભૂજ જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ડીસા એપીએમસીના ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ. જેમાં ડીસા એપીએમસીમાં ચૂંટાયેલા 14 સભ્યો પૈકી 13 સભ્યો હાજર રહ્યા હતા.

  ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આજે માવજી દેસાઈ સામે એકપણ ઉમેદવાર ચૂંટણીમાં આવ્યો હતો.જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર એક ફોર્મ ચેરમેન પદ માટે આવતા ચેરમેન તરીકે માવજી દેસાઈ બિનહરીફ નિયુક્ત થયા છે. માવજી દેસાઈ બિનહરીફ નિયુક્તિ થતા તેમના સમર્થકોમાં આનંદની માહોલ છવાયો છે.અને તમામ માર્કેટયાર્ડના સમર્થકોએ માવજીભાઈ દેસાઈને ફુલહાર પહેરાવી અને માર્કેટયાર્ડ માટે ફરી સારુ કામ કરે તે માટે સુભેચ્છઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News