સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ફરીવાર માવઠાની શકયતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 17:03:20
  • Views : 386
  • Modified Date : 2020-01-06 17:03:20

ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ પહેલાથી જ કમોસમી વરસાદથી ભારે નુકસાનનો સામનો કરી ચુકેલા ખેડૂતો માટે નવી સમસ્યા ઉભી થઇ ગઇ છે. કારણ કે, માવઠા માટેની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં પારો ૧૨.૮ રહ્યો હતો જ્યારે નલિયામાં સૌથી વધારે ઠંડીનો ચમકારો રહ્યો હતો. નલિયામાં ૭.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજી બાજુ ડિસામાં ૧૦.૬ અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૯.૮ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદમાં ઠંડી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે પારો ગગડીને ૧૨ ડિગ્રી થઇ શકે છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનનું જોર વધ્યું છે જેની અસરથી નવા વર્ષથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત્‌ રહ્યો છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  તો બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા આગામી તા.૭ અને ૮ જાન્યુઆરી દરમ્યાન રાજયના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકો અને વિસ્તારોમાં કમોસમી  માવઠાની આગાહી કરવામાં આવતાં સ્થાનિક ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મૂકાયા છે. ગુજરાતમાં આજે ૮ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અમદાવાદ શહેર રાજયના મોટાભાગના વિસ્તારોમાં લોકો કડકડતી કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. ઠંડીના કહેરને લઇ સ્થાનિક જનજીવન પર સામાન્ય અસર વર્તાતી હતી. બીજીબાજુ, રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને એક આગાહી કરી છે. હવામાન વિભાગના મતે, આગામી તા.૭થી ૮ તારીખે વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ બે દિવસ દરમ્યાન કમોસમી માવઠા-વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે રોકડિયા પાકોને મોટું નુકસાન પહોંચી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીના પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધવાની પૂરી શકયતા છે. રાજ્યભરમાં હાલ કાતિલ ઠંડીથી લોકો થથરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ઠંડમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનનું જોર વધ્યું છે જેની અસરથી નવા વર્ષથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Download Our B K News Today App



Related News