બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, માવઠાની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 11:49:15
  • Views : 312
  • Modified Date : 2020-12-12 11:49:15

હવામાન વિભાગની આગાહી ના પગલે શુક્રવારે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લા સહિત ડીસામાં વાદળછાયુ વાતાવરણ તેમજ છૂટો છવાયો વરસાદ પડયો હતો. જેના કારણે બટાકા એરંડો રાયડા તેમજ જીરાના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે.
ચાલુ સાલે ખેડૂતોને બટાટાના સારા ભાવ મળતા ૬૬ હજાર હેકટરમાં બટાટાનું વાવેતર કર્યું છે. પરંતુ હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ તાળવે બંધાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જાે આ જ પ્રકારે વાતાવરણ રહ્યું તો રવી સિઝન ખેતીના તમામ પાકને મોટું નુકસાન થશે. જેથી ખેડૂતો
પાયમાલ બનશે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે વાતાવરણમાં બદલાવ આવ્યો છે તેવો બદલાવ તેઓએ તેમના જીવનમાં ક્યારેય જાેયો નથી. આ પ્રકારના વાતાવરણથી પાક બેસસે નહિ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ખેડૂતોએ બટાટાના બિયારણ ના ભાવ ઉંચા હોવા છતાં પણ ખેડૂતોએ સારું ઉત્પાદન મળી રહે તે માટે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રણ દિવસ સુધી હવામાનમાં
 પલટો આવશે. ત્યારે  સવારથી જ ડીસા શહેરમાં વરસાદી છાંટા શરૂ થયા હતા. જેના કારણે ખેડૂતોના મોઢા પર આવેલ સ્મિત કુદરતે જાણે છીનવી લીધુ હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. કમોસમી માવઠાને કારણે સૌથી વધુ અસર બટાકાના
પાકમાં જાેવા મળે છે. વાવેતર કર્યા બાદ પણ બટાકાના
 પાકમાં ઠંડી ન મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જે બાદ આજે કમોસમી વરસાદ શરૂ થતા ફરી એકવાર ખેડૂતોને
પોતાના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સતત ત્રણ દિવસ સુધી જાે વરસાદ વરસવાનું શરૂ રહે તો બટાકા ના પાક માં સુકારો
ટપક અને ચર્મી જેવા રોગ આવવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.આ રોગના કારણે બટાટાનો ઉછેરે થતો નથી. જેના કારણે ખેડૂતોને હાલ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News