ઘી બાદ હવે માવા ઉપર જિલ્લા ફૂડ વિભાગ ત્રાટક્યું ડીસામાં છ ટન શંકાસ્પદ માવામાંથી સેમ્પલ લેવાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 11:29:47
  • Views : 624
  • Modified Date : 2020-11-07 11:29:47

બનાસકાંઠા જિલ્લામાં આગામી દિવાળીને અનુલક્ષીને મીઠાઇ અને ફરસાણમાં થતી ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા શુક્રવારે ડીસાના એક  કોલ્ડ સ્ટોરેજમાં તપાસ હાથ આવી હતી. જ્યાંથી શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવતા અધિકારીઓએ માવાના સેમ્પલ લઈ તપાસ અર્થે એફએસએલમાં મોકલી
આપવાની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહી છે. ખાસ કરીને દિવાળીના પર્વને લઇને વેપારીઓ નજીવા પૈસા કમાવાની લ્હાયમાં ગ્રાહકોના  સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં દિવાળીના પર્વને લઇ બજારોમાં ગ્રાહકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને હાલમાં ગ્રાહકો બજારોમાં સૌથી વધુ કરિયાણું, તેલ, ઘી અને મીઠાઈઓની ખરીદી કરતા હોય છે.ત્યારે આવા સમયનો લાભ લઈ
વેપારીઓ ગ્રાહકો સાથે
છેતરપિંડી કરતા હોય છે.હાલ દિવાળીના પર્વને લઈ જિલ્લામાં અખાદ્ય ચીજ વસ્તુઓ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આ વર્ષે સરકાર પણ આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા તૈયાર છે.
દિવાળી આવતાની સાથે જ ફૂડ વિભાગ સક્રિય થઇ જાય છે અને ઠેર ઠેર ખાદ્ય-સામગ્રીના સેમ્પલ લઈ કામગીરી કરી હોવાનો સંતોષ માને છે.  બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા પંદર દિવસથી ફૂડ વિભાગની ટીમો ખાદ્ય સામગ્રીઓ બનાવતી અને વેચાણ કરતી ફેકટરીઓ અને દુકાનોમાં તપાસ હાથ ધરી છે. ત્યારે શુક્રવારે ડીસા પાસે આવેલ એક કોલ્ડ સ્ટોરેજમાં પણ ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. અહીંથી શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે વિવિધ માવાની પ્રોડક્ટના સેમ્પલ લઇ વધુ
તપાસ અર્થે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ કોલ્ડ સ્ટોરેજમાં કુલ ૬ ટન જેટલો માવાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે ફૂડ વિભાગે અત્યારે અલગ-અલગ માવના જથ્થામાંથી સેમ્પલ લીધા છે. આ ૬ ટન શંકાસ્પદ માવાનો જથ્થો અલગ અલગ ૬
વેપારીઓનો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News