પાલનપુરની માવજત હોસ્પિટલમાં ૨૫ દિવસના બાળક ઉપર સર્જરી કરી પીડામુકત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-05 14:25:06
  • Views : 678
  • Modified Date : 2019-06-05 14:26:41

પાલનપુર સ્થિત માવજત હોસ્પિટલમાં તબીબોની ટીમે ૨૫ દિવસના બાળક ઉપર સર્જરી કરી તેને પીડામુકત કર્યુ હતુ. બાળકને જન્મજાત ગુપ્તભાગની નળીમાં ચામડી જોડાઈ જતાં કિડનીમાં સોજો આવી ગયો હતો.રાજસ્થાનના બાડમેર જિલ્લાના અંતરિયાળ ગામડાના એક પરિવારના તાજા જન્મેલા બાળક કે જેની આયુ ફક્ત ૨૫ દિવસ હતી. જેને જન્મજાત ગુપ્તભાગની નળીમાં ચામડી જોડાઈ ગયેલ હતી. તેમજ બંને કિડની પર સોજા આવી ગયેલ હતા. જેથી આ નવજાત બાળક અપાર કષ્ટ અને વેદના ભોગવતું હતું. આ બાળકને માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે લાવી  માવજત હોસ્પિટલના ડોક્ટર રૂપેશ ગુપ્તા, (યુરોલોજિસ્ટ), ડોક્ટર જયેશ મોદી, ડોક્ટર વિશાલ (એનેસ્થેટિક) તેમજ ડોક્ટર કૃપા મહેશ્વરીના પ્રયત્નો અને સફળ ઓપરેશનના કારણે આ બાળકે વેદના અને દુઃખમાંથી મુક્તિ મેળવી છે.


Download Our B K News Today App



Related News