ડીસાના લાલચાલી વિસ્તારમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની મટકી ફોડી ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-01 12:42:25
  • Views : 318
  • Modified Date : 2021-09-01 12:42:25

    જન્માષ્ટમી પર્વ એટલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ડીસા શહેરમાં ગત મોડી રાત્રે ૧૨ વાગ્યાના સુમારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ પર વિવિધ સંગઠનો દ્વારા અને ગામલોકો દ્વારા મટકી ફોડી શ્રી કૃષ્ણના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા શહેરના લાલ ચાલી વિસ્તારમાં લાલ ચાલી નવ યુવક મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મની અનોખી ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ આ વિસ્તારની મહિલાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની મહાઆરતી ઉતારવામાં આવી હતી જેમાં તમામ લોકોએ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો.જે બાદ રાત્રે ૧૨ વાગ્યાના સુમારે તમામ લોકો એકત્રિત થઇ ભગવાન શ્રીકૃષ્ણની મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મટકી ફોડ કાર્યક્રમમાં લાલ ચાલી વિસ્તારના યુવકો દ્વારા શ્રી કૃષ્ણના જન્મદિવસ પર મટકી ફોડવામાં આવી હતી મોડી રાત સુધી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાઈ યુવાનો નાચ-ગાન કર્યું હતું. ત્યારે ચોક્કસથી કહી શકાય કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ પર સમગ્ર લાલચાલી વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાઈ શ્રી કૃષ્ણના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી.

Download Our B K News Today App



Related News