અંબાજીના અખાડાનંદ આશ્રમમાં માટીના શિવલીંગની પૂજા કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 12:00:27
  • Views : 562
  • Modified Date : 2019-08-27 12:00:27

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર અરાવલીના પહાડો ઉપર વસેલુ છે. આ ધામ અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલું હોઈ અહીં પ્રાચીન અને પૌરાણિક શિવાલયો આવેલા છે. સાથે વિવિધ મંદિરો પણ આવેલા છે.  શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોઈ  શિવ ભક્તો વિવિધ શિવ મંદિરોમાં ઉમટ્યા હતા અને શિવ પૂજા અને શિવ દર્શન કર્યા હતા. ત્યારે અંબાજી ધામમાં કૈલાશ ટેકરી અને માંગલ્ય વન પાસે આવેલા અખાડાનંદ આશ્રમમાં  દર શ્રાવણ માસમાં અહીં પાર્થેશ્વર શિવલીંગ બનાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ આશ્રમમાં રોજ સવારે અંબાજીના શિવ ભક્તો  દ્વારા છેલ્લાં ૭ વર્ષથી માટીના રોજ ના ૪૨૦૦ શિવલીંગ બનાવી રોજ સાંજે વહેતા
પાણીમાં પધરાવવામાં આવે છે. આમ આવી અનન્ય ભક્તિમાં અંબાના ધામમાં થઇ રહી છે.
અંબાજીના અખાડાનંદ આશ્રમમાં છેલ્લા ૭ વર્ષ થી રોજ ના ૪૨૦૦ માટીના શિવલીંગ બનાવી તેની વિધિવિધાનથી
પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર કરી શિવ ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે અને સાંજે આ તમામ શિવલીંગને વહેતા
પાણીમાં વિસર્જન કરાવવામાં આવે છે. આમ શ્રાવણ માસના એક મહિનામાં અંદાજે એક લાખ ૨૫ હજાર શિવલીંગ માટીમાંથી બનાવવામાં આવ્યા છે. આ આશ્રમમાં અંબાજીના વિવિધ ભક્તો અહીં પૂજા અર્ચના કરવા આવતા હોય છે.   અખાડાનંદ આશ્રમમાં શિવમય બની ગયો હતો. આશ્રમમાં ભાગ્યેશભાઈ શાસ્ત્રી,
દિપકભાઈ જોષી, મનિષભાઈ જોષી સહિત વિવિધ ભક્તો શિવ ભક્તિ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News