કાંકરેજ(તા)ના ગામોમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:39:44
  • Views : 438
  • Modified Date : 2019-04-23 05:39:44

શિહોરી લોકસભા ચૂંટણીમાં બ.કાં. જિલ્લાના કાંકરેજ (તા)ના દરેક ગામોમાં મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શિહોરી, ચેખલા, રતનપુર, કુવારવા, માનપુર, આકોલી, રવિયાણા, ખોડા, પાદેડી, રણાવાડા, સહિતના ગામોમાં રેલી યોજી લોકોને મતદાનની અપીલ કરવામાં આવી હતી.
જે મતદાન જાગૃતિ રેલીમાં ગણપતભાઈ પ્રજાપતિ, વિક્રમભાઈ જાષી, જેનુભા એમ.ડાભી, શ્રવણસિંહ એમ.ડાભી, મહેન્દ્રભાઈ જાષી, વિહુભા સી.ડાભી, વર્ધૃભા સી.ડાભી, વિશાલ જાષી, તડુભા પી.ડાભી, ઋષિરાજ આર.ડાભી, રવુભા કે.ડાભી, સહિતના તમામ સ્વંય સેવકો ઉપÂસ્થત રહ્યા હતા.  


Download Our B K News Today App



Related News