હું ડીસાના વોર્ડ નં. ૯ માંથી બોલું છું... ડીસા વોર્ડ ૯ ની સમસ્યાથી મતદારોમાં નારાજગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 11:01:03
  • Views : 326
  • Modified Date : 2021-02-13 11:01:03

ડીસા નગરપાલિકાની ચૂંટણી  જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક વિકાસના મુદ્દાઓને લઇ સ્થાનિક લોકોમાં  ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ડીસાના વોર્ડ નંબર-૯માં સ્થાનિક ઉમેદવાર હોવા છતાં આજદિન સુધી આ વિસ્તારની મુલાકાત લીધી નથી. આ વિસ્તારમાં ગંદા પાણી અને રસ્તા બનાવવા બાબતે  ચૂંટાયેલા ઉમેદવારોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં  આજદિન સુધી આ વિસ્તારમાં કોઇ પણ  વિકાસના કામ કરવામાં આવ્યા નથી. આ વિસ્તારમાં આજે પણ એવા કેટલાય શ્રમજીવી પરિવારો રહે છે કે, તેમણે પાંચ વર્ષમાં
પોતાના વિસ્તારમાં નથી તો ગટર લાઈન જાેઈ કે નથી તો રસ્તાની વ્યવસ્થા જાેઈ.
આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના
પાણી માટે માત્ર એક જ પાણીનો નળ હોવાથી પાણી ભરવા માટે મહિલાઓને હેરાન પરેશાન થવું પડે છે. આ બાબતે અનેકવાર નગરપાલિકા તેમજ સ્થાનિક કોર્પોરેટર અને રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ જ પ્રકારના કામો કરવામાં ના આવતા આખરે આ વિસ્તારના લોકો આગામી સમયમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં રોષ ઠાલવી રહ્યા છે.  જાે  ચૂંટણીના સમયે જે પણ ઉમેદવારો મતની માંગણી કરવા આવશે તે ઉમેદવારે પહેલાં સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે તો જ આ વિસ્તારના મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવશે. જાે નિરાકરણ નહીં લાવે તો સંપૂર્ણપણે લોધાવાસ વિસ્તારના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે.

Download Our B K News Today App



Related News