વડગામના માહીના રાજકીય આગેવાન એહમદભાઇ સૌદાગરે લોકસભા ચૂંટણી કોંગ્રસ પક્ષની જીત માટે મતદારોને કરી અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 11:58:21
  • Views : 492
  • Modified Date : 2019-04-22 11:58:21

Content*

Content*


વડગામ તાલુકાના માહી ગામના વતની અને મુંબઇ ખાતે રહેતા એહમદભાઇ સૌદાગર  વર્ષોથી રાજકારણમાં આગવુ સ્થાન ધરાવે છે.  જેઓએ મહારાષ્ટ્ર રાજ્યની મુંબઇ નગરીમાં  અનેક ચૂંટણીઓ લડી અને ભવ્ય સફળતા મેળવેલ છે  અને તેઓને રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ પણ ધરાવે છે. જેઓ પોતાના માદરે વતન માહી ખાતે હાલમાં આવેલ હોય તાજેતરમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર  જગદીશભાઇ ઠાકોર, પરથીભાઇ ભટોળ તથા એ.જે.પટેલ અને અન્ય કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે ગુજરાતની જનતાને તેઓએ જાહેર અપીલ કરેલ છે. વધુમાં તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં વર્તમાન સરકારે  આખા દેશની જનતાને હેરાન કરવાનું જ કામ કર્યુ છે. પણ  જેમાં નોટબંધી, જી.એસ.ટી, દલિત અત્યાચાર, પટેલ આંદોલન વગેરે આંદોલન કરી લોકોએ વર્તમાન સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે અને તાજેતરમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રજાએ પોતાના ઉપર થયેલા અન્યાયનો બદલો લેવાનો સમય આવી ગયો માટે આવનારી ૨૩ તારીખે પટેલ સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ તેમજ અન્ય સમાજોને આ વખતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને તેમજ ગઠબંધનના ઉમેદવારોને વધુમાં વધુ મતદાન કરી કોંગ્રેસના ઉમેદવારોને જીત અપાવવા તેઓએ જાહેર અપીલ કરી હતી.


Download Our B K News Today App



Related News