સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના ગ્રામજનોએ મતદાન ના કરવાની ચીમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 11:39:42
  • Views : 349
  • Modified Date : 2021-01-31 11:39:42

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના ગ્રામજનોએ મતદાનના કરવાની ચીમકી ઉચ્ચારી છે. આશરે ૪૬૦૦ની વસ્તી ધરાવતા આ કુંવારા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ર્નિણય કર્યો છે. અને ગામના દ્વારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને વોટ માંગવા ગામમાં આવવું નહિ તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો
પોતાના ઉમેદવારોને જીતાડવા તડામાર તૈયારી કરી દીધી છે ત્યારે પાટણ જિલ્લામાં પણ ચૂંટણીની તડામાર તૈયારીઓ આરંભાઈ ગઈ છે જાેકે સિદ્ધપુર તાલુકાનું એક એવું ગામ જ્યાંના ગ્રામજનો કર્યો છે ચૂંટણીનો બહિષ્કાર..ગ્રામજનો દ્વારા આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવતા રાજકારણ ગરમાયુ છે છેલ્લા ૧૫ વર્ષથી ગ્રામજનો દ્વારા રસ્તા અને ખેતી માટે પાણીની માંગ કરવામાં આવી રહી છે જાેકે તેમ છતાંય કામ નહીં થતા ગ્રામજનોએ ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાની ચીમકી આપી છે અને કોઈ પણ નેતાઓએ મત માંગવા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી
પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
૪૬૦૦ની વસ્તી ધરાવતા કુંવારા ગામાં ૭૫ ટકા લોકો ભાજપની વિચારધારાને વરેલા છે હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર પણ
ભાજપની હોવા છતાંય આ ગામની સમસ્યાઓ દૂર થતી નથી. ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સી.એચ.સી. તેમજ ધો. ૯ થી ૧૨ ની હાઈસ્કૂલ આવેલ છે તેમજ એચ.એસ.સી. પરીક્ષા કેન્દ્ર પણ છે ત્યારે આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે કુંવારા થી વરસીલા ગામ જવાનો રોડ, તેમજ કુંવારાથી વિડ વાઘરોલ જવાનો રોડ ની મોટી સમસ્યા છે તેમજ બોરના તળ નીચા જવાથી પાણીની મોટી સમસ્યા છે કુંવારા ગામનું તળાવ અને ગૌચર તળાવમાં પાણી ભરવામાં આવતા નથી. જેનો ગ્રામજનોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો અને તેઓની માંગણી નહિ સંતોષાય ચૂંટણીનો બહિષ્કાર કરી આગામી સમયમાં ભારે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

Download Our B K News Today App



Related News