ઉમેદવારોનું ભાવિ ૨૨,૨૯,૬૦૧ મતદારોના હાથમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:08:11
  • Views : 557
  • Modified Date : 2019-04-23 05:14:32

લોકસભાની ચૂંટણીનુ પર્વ આજે યોજાનાર છે. જ્યાં બનાસકાંઠા બેઠક માટેના મતદાન માટે ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારોઓ પૂર્ણ કરાઇ હતી. અને પાલનપુર નજીક જગાણા એન્જિનિયરીંગ કોલેજ ખાતે રાખવામાં આવેલા ઇવીએમ મશીન મતદાન બુથો તરફ રવાના કરાયા હતા. દરમિયાન આજે મંગળવારે સવારે ૭.૦૦  થી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન થશે. જેમાં જિલ્લાના ૨૨,૨૯,૬૦૧ મતદારો કુલ ૧૪ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠકની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. રાત-દિવસ જોયા વિના પ્રચાર- પ્રસાર કરી મતદારોને રિજવવા માટેના પ્રયત્નો કર્યા છે. જેમનું ભાવી આજે મંગળવારે સાંજે મતદાન બાદ ઇવીએમમાં કેદ થશે. ચૂંટણીના મતદાન માટે વહિવટી અને ચૂંટણીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરમિયાન સોમવારે પાલનપુર નજીક જગાણા એન્જિનિયરીંગ કોલેજ ખાતે રાખવામાં આવેલા ઇવીએમ મશીન સાથે ચૂંટણી સ્ટાફને જિલ્લાના મતદાન મથકો ઉપર જવા માટે રવાના કરવામાં આવ્યો હતો. જ્યાં આજે મંગળવારે સવારે ૭.૦૦  થી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન થશે. અને જિલ્લાના ૧૧,૬૫,૮૫૭ પુરૂષ ૧૦,૬૩,૭૩૪ મહિલા અને ૧૦ મળી કુલ ૨૨,૨૯,૬૦૧ મતદારો કુલ ૧૪ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.



Download Our B K News Today App



Related News