ચૂંટણી ઓબ્ઝર્વરોએ અંબાજી વિસ્તારમાં મતદાન મથકોની મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:10:38
  • Views : 440
  • Modified Date : 2019-04-13 07:10:38

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ચૂંટણી તટસ્થ, નિર્ભય, નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં યોજાય તે માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લા૨માં ચૂંટણીલક્ષી  તમામ વ્યવસ્થાઓ સુદ્રઢ રીતે ગોઠવવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૨-બનાસકાંઠા બેઠક માટે નિમાયેલ જનરલ ઓબ્ઝર્વર  માસુમ અલી સરવર અને પોલીસ ઓબ્ઝર્વર મોહીનીશ ચાવલાએ અંબાજીની મુલાકાત લઇ અંબાજી વિસ્તારના ૧૦ જેટલા મતદાન મથકોની વિઝિટ લઇ બી.એલ.ઓ. સહિત ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ સાથે સમીક્ષા કરી મતદાન મથકોનું નિરીક્ષણ કર્યુ હતું. ચૂંટણી ઓબ્ઝર્વરોએ બી.એલ.ઓ. સહિત ચૂંટણી કામમાં રોકાયેલાં કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી અને દાંતા પ્રાંત અધિકારી કે. એન. ચાવડા, વિભાગીય પોલીસ અધિક્ષક જે. આર. જનકાંત સાથે ચર્ચાઓ કરી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે બાબતની સમીક્ષા કરી હતી. ઓબ્ઝર્વરના લાયઝન અધિકારી આર.એન.નિનામા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News