પાટણ લોકસભાના ૨૧૦૭ બુથો ઉપર ૧૮ લાખ મતદારો કરશે આજે મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:19:44
  • Views : 404
  • Modified Date : 2019-04-23 05:19:44

પાટણ સંસદીય મતદાર વિભાગ પાટણ જિલ્લામાં ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય તથા લોકો કોઈ પણ પ્રકારના ભય કે શેહ શરમ વગર મતદાન કરી શકે તે માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૨૧૦૭ બુથો ઉપર મતદાન યોજાનાર છે. અને જેમાં પોલીસ સિવાય ૧૦ હજારથી પણ વધારે અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. અને આ શાંતિ પૂર્ણ માહોલમાં ૧૮ લાખ મતદારો મતદાન કરશે. આજે સમગ્ર ગુજરાતમાં લોકસભાનું મતદાન થનાર છે ત્યારે પાટણ લોકસભા વિસ્તારમાં આવતા પાટણ, ખેરાલુ, સિધ્ધપુર, ચાણસ્મા, કાંકરેજ, વડગામ, રાધનપુર વગેરે વિધાનસભાના ૧૮ લાખ જેટલા મતદારો આજે ૨૧૦૭ મતદાન મથકો ઉપર મતદાન કરવાના છે જે માટે પાટણ ચૂંટણી અધિકારી આનંદ પટેલ દ્વારા તમામ વહીવટી તંત્રને સાથે રાખીને આ તમામ મતદાન મથકો ઉપર સમયસર મતદાન મથક ઉપર ફરજ બજાવનાર ૧૦ હજાર જેટલા અધિકારી, કર્મચારીઓને ઇ.વી.એમ. મશીન સાથે રવાના કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ પોલીસવડા શોભા ભુતડાએ પણ પોતાના તાબામાં આવતા પોલીસ, એસ.આર.પી. તેમજ હોમગાર્ડ જેવા કર્મચારીઓને પણ આ તમામ બુથો ઉપર ફરજ માટે રવાના કરી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. અને તમામ પોલીસ મથકના અધિકારીઓને પણ ખાસ તાકીદ કરવામાં આવી હતી કે કોઇપણ ઘટનાની જાણ થાય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવુ.


Download Our B K News Today App



Related News