મતદાન જાગૃતિ વધારવા પાલનપુર ખાતે રંગોળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 10:04:33
  • Views : 1828
  • Modified Date : 2019-04-12 10:04:33

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ગુજરાતમાં તા. ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાશે. બનાસકાંઠા જિલ્લાના મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જિલ્લામાં વિક્રમજનક મતદાન થાય તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. પાલનપુર મુકામે વિદ્યામંદિર સ્કૂલ કેમ્પસમાં ૪૦ ફૂટની રંગોળી સ્પર્ધાનું ઉદ્‌ઘાટન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  બનાસકાંઠા  સંદિપ સાગલેના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યામંદિર સ્કૂલના ૧૦ જેટલા ચિત્ર શિક્ષકોની મદદથી ૪૦ ફુટ મોટી રંગોલી દ્વારા મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદિપ સાગલે જણાવ્યું કે તા. ૨૩ એપ્રિલના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે જંગી મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી નિર્ભય, તટસ્થ અને મુક્ત માહોલમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને વિક્રમજનક મતદાન થાય તે માટે સ્વીપ અન્વયે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મતદાન જાગૃતિ માટે યોજાતા આવા કાર્યક્રમોને લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિભાવ મળી રહ્યા છે.નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિ, વિદ્યામંદિર કેમ્પસના સંચાલક  હસમુખભાઇ મોદી, નાયબ જિ. પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા



Download Our B K News Today App



Related News