મતદાર જાગૃતિ અંતર્ગત વાહનોને સ્ટીકર ચોટાડી નવતર પ્રયોગ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 06:08:05
  • Views : 509
  • Modified Date : 2019-04-13 06:08:05


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બ.કાં. જે.પી. પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ અંતર્ગત ચૂંટણી અધિકારી બ.કાં.ની ગાઈડ લાઈન પ્રમુખ તા.૧ર/૪/ર૦૧૯ ના રોજ રિલાયન્સ પેટ્રોલ પંપ, ડીસા ખાતે દ્વી ચક્રીય ત્રિ ચક્રીય અને ચાર ચક્રીય વાહનો પર મતદાર જાગૃતિના સંદેશ ના સ્ટીકર લગાવવાનો નવતર પ્રયોગ ૧૩ - વિધાનસભા ડીસા ખાતે યોજવામાં આવેલ જેમાં પેટ્રોલ પંપ આવતા તમામ વાહનોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઈ ચાવડા, જાગૃતિબેન દેસાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડીસા, પ્રવીણભાઈ સાધું, ચંદુભાઈ એ.ટી.ડી, છગનભાઈ સોની, ગિરીશભાઈ જાષીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. પેટ્રોલ પંપના માલિકને મતદાર જાગૃતિનો સંદેશ આપતા ચકલી ના માળા અર્પણ કરવામાં આવ્યા. આવનાર વાહન ચાલકને હું ચોક્કસ મતદાન કરીશ અને તમે પણ કરજા તેવી ફેમમાં સેલ્ફી પણ લેવામાં આવી હતી. જે.વી.પ્રજાપતિ દ્વારા સૌ મતદારોને અભિનંદન આપવામાં આવ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રવીણભાઈ સાધું દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો ચંદુભાઈ એ.ટી.ડી. અને છગનભાઈ સોની, નિતેશભાઈ દરજી દ્વારા જહેમત ઉઠાવામાં આવી.  


Download Our B K News Today App



Related News