કોરોના કાળમાં ફ્રીજના બદલે દેશી માટલાની માંગમાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 11:01:47
  • Views : 326
  • Modified Date : 2021-03-23 11:01:47

આજના હાઇફાઈ યુગમાં વધેલી ભાગદોડ અને માનસિક તાણ વચ્ચે અવનવી બીમારીઓનો ઉપદ્રવ વધી
પડ્યો છે. ક્યારેય નામ ન સાંભળ્યું હોય તેવી વિચિત્ર બીમારીઓએ લોકોને ભાગતા રોકી વિચારવા મજબૂર કરી દીધા છે. તેમાં પણ કોરોનાએ લોકોને સ્વાસ્થય પ્રત્યે સભાન કર્યા છે. તેથી લોકો બીમારીમાં ફટાફટ રાહત આપતી
એલોપેથીને બદલે આપણી પ્રાચીન આયુર્વેદિક પધ્ધતિ
અપનાવવા લાગ્યા છે. એટલું જ નહીં, ફાસ્ટ ફૂડને જાકારો
આપી ખાવા- પીવામાં પણ લોકો કાળજી રાખવા લાગ્યા છે.
આપણા બાપ-દાદા રસોઈમાં માટી કે તાંબાના વાસણો વાપરતા હતા. જેના કારણે રસોઈની ગુણવત્તા જળવાઈ રહેવા સાથે સ્વાદ પણ વધી જતો. તેથી તેઓ નિરોગી રહીને ૧૦૦ વર્ષ જીવતા હતા. જેના પગલે લોકો ‘જૂનું એટલું સોનુ' ઉક્તિ મુજબ દેશી પધ્ધતિ અપનાવતા થયા છે. જડમૂળમાંથી રોગનું નિદાન કરતી આયુર્વેદિક સારવાર સાથે રાસાયણિક ખાતર વગરના ઓર્ગેનિક ખેતી પાકોની બોલબાલા વધી પડી છે.  એ જ રીતે માટીના વાસણોની પણ માંગ વધવા લાગી છે. કોરોના મહામારી અગાઉ ઉનાળામાં મોટાભાગના લોકો ફ્રીજનું ઠંડુ
પાણી પીતા હતા. ભાગ્યે જ કોઈ ઘરે માટલા જાેવા મળતા હતા. માટલાનું પાણી તરસ છીપાવવા સાથે ઇમ્યુનિટી પણ વધારે છે. તેથી હવે ફ્રીજના બદલે લોકો માટલાનું પાણી પીવા લાગ્યા છે. જેને લઈ ફ્રીજ કરતા પણ માટલાનું વેચાણ વધી પડ્યું છે
માટી કામને નવજીવન
કોરોનાથી ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન થયું છે પણ તેના કારણે લોક જાગૃતિ કેળવાઈ છે તેથી લોકો બીમારી કે પછી ખાવા પીવામાં જૂની અને સાચી પધ્ધતિ અપનાવવા લાગ્યા છે. રસોઈમાં માટીની તવી, પાણીના માટલા, કુકર, કડાઈ જેવી ચીજાેનો વપરાશ થવા લાગતા માટી કામ સાથે સંકળાયેલા અનેક લોકોને રોજગારી પણ મળવા લાગી છે. તેમાં પણ માટીના માટલા ફરી એકવાર ઘરની શોભા વધારી રહ્યા છે.
- સલ્લુભાઈ સુમરા (માલિક - એકતા એન્ટરપ્રાઇઝ ઝેરડા)

Download Our B K News Today App



Related News