કર્મભુમી ગબ્બર ખાતે ચુંદડીવાળા માતાજીને સમાધી અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-29 11:28:39
  • Views : 424
  • Modified Date : 2020-05-29 11:28:39

શક્તિ ભક્તિ અને
આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે. હાલમાં લોકડાઉન ૪ ચાલુ હોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોય છે. ત્યારે ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર માતાજીના સમાધી કાર્યક્રમમાં ભક્તોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય ચુંદડીવાળા માતાજીના
પરિવારના સભ્યોની હાજરીમાં સમાધી આપવામાં આવી હતી. જેમાં તેમના પરિવારના પાંચ ભાઈઓનું કુટુંબ અને એક બહેનના કુટુંબ સહિત ખુબજ નજીકના લોકો હાજર રહ્યા હતા. જેમાં મેહુલ જાની, અતુલ જાની, જશુભાઈ પટેલ, ધર્મેન્દ્ર પંચાલ, હરિભાઈ, ડીવાયએસપી એ.એસ. જનકાંત, અંબાજી પીઆઇ જે.બી.આચાર્ય, લલીત લુહાર, પ્રકાશ સોની, કાર્તિક પ્રજાપતિ, જીતુભાઈ શાસ્ત્રી સહિત વિવિધ લોકો જોડાયા હતા. ૨૦૦૩ અને ૨૦૧૦ માં ચુંદડીવાળા માતાજીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન ચુંદડીવાળા માતાજી સામે હારી ગયું હતું. ચુંદડીવાળા માતાજીનું અવસાન ૨૬ તારીખના રોજ થયું હતું.  ૨૭ અને ૨૭ તારીખના રોજ માતાજીના
પાર્થિવ શરીરને દર્શન માટે મુકવામાં આવ્યું હતું. ૨૮ તારીખના રોજ માતાજીના આશ્રમ પર સંપૂર્ણવિધિ વિધાનથી સમાધી આપવામાં આવી હતી, પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News