ચાણસ્મા તાલુકાના ગંગેટ અને ભાટસર મુકામે માતાજીની રમેળનું આયોજન કરવાંમાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 11:32:42
  • Views : 295
  • Modified Date : 2022-04-26 11:32:42

ચાણસ્મા તાલુકાના ગંગેટ અને ભાટસર મુકામે માતાજીની રમેળનું આયોજન કરવાંમાં આવ્યું હતું

ચાણસ્મા તાલુકાના ગંગેટ મુકામે પસાભાઈ ખોડાભાઈ પરમારની દીકરીએ પોતાની માનેલી મનોકામના પૂર્ણ થતા માતાજીની રમેલ મહાકાળી મંદિર ગંગેટ મુકામે યોજાઇ હતી. આ પ્રસંગે સરસાવથી પધારેલ  પાવળીયા મુકેશભાઈ માતાજીને રીઝવી પાટ ઢાળી રમેલની શરૂઆત કરી હતી. સૌપ્રથમ મહાકાળી માતાજીના ભુવા મોહનભાઇએ ધુણ કરી માતીજીના આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ સર્વે મહોલ્લાના ભૂવાઓએ ધુણ કરી માતાજીના દર્શન કરાવી આશીર્વાદ પાઠવ્યા હતા. રાતી જગા બાદ વિજય મુહૂર્તે માતાજીને તેલફુલ ચઢાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સર્વે માતાજીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

 

ભાટસર

ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે બકરાપરાની કુળદેવી માં બહુચર  અને માં જહુ માતાની રમેલ તારીખ ૨૩ અને ૨૪ના રોજ યોજવામાં આવી હતી.  ૨૩ તારીખે બહુચર માતાની રમેલ યોજાઇ હતી અને ૨૪ તારીખના રોજ માતાજીને તેલ ચઢાવવામાં આવ્યા હતા.  તેજ સાંજે જહુ માતાની રમેલ યોજવામાં આવી હતી. અને ૨૫ તારીખે તેલફુલ ચડાવવામાં આવ્યા હતા.  આ બંને રમેલોમાં બકરાપરાની કુવાસીઓને તેડાવવામાં આવી હતી. બંને રમેલોમાં બહારગામથી આમંત્રિત ભુવાઓ પધાર્યા હતા. આમંત્રણને માન આપી જહુ માતાના ભૂવા મેહુલભાઈ,તેમજ લાભુભાઈ માલધારીએ પણ આમંત્રણને માન આપી આ રમેલમાં ઉપસ્થિત રહ્યા હતા. બહારગામથી બહોળી સંખ્યામાં ભુવાઓ હાજર રહી ધુણ કરી માતાજીના આશીર્વાદ પાઠવ્યા હતા. આ બંને દિવસ વસ્તી પંચ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે પધારેલ મહેમાનોએ માતાજીના આશીર્વાદ અને ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News