સરહદી સુઇગામના નડાબેટ ખાતે માતાજીના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:41:52
  • Views : 660
  • Modified Date : 2019-04-15 05:41:52

આંતરરાષ્ટ્રીય સરહદી સીમાડે આવેલા ભારત પાકિસ્તાનની સીમા ઉપર સુઈગામના નડાબેટમાં વરૂડી માતાનું ભવ્ય મંદિર આવેલું છે. માં નડેશ્વરીના ધામ ખાતે આજે ૩૩ માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે તારીખ ૧૩/૪/ ૨૦૧૯ને શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ ઉપસ્થિત રહી રમઝટ બોલાવી હતી. તારીખ ૧૪/૦૪/૨૦૧૯ ના રોજ  રામ નવમીના દિવસે આજે આ નડેશ્વરી માતાજીના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો હતો. આ મેળાના દિવસે સુઇગામ તાલુકાના તેમજ આજુ બાજુનાં તાલુકાના લોકોએ નડેશ્વરી માતાજીના દર્શન કરી મેળાનો લાહ્વો લીધો હતો. આજના આ મેળાના પ્રસંગે નડેશ્વરી યુવક મંડળ દ્વારા સતત ૧૫ વર્ષથી આજ ના લોક મેળામાં આવનાર અને માતાજીના દર્શનાર્થે આવનાર તમામ યાત્રીઓને આ મંડળ દ્વારા મફત પાણી પીવા માટેના કેમ્પ રાખવામાં આવે છે, અત્યારના ધૂમ ધખતા તાપની અંદર અને સરહદી વિસ્તાર એવા રણ વિસ્તારમાં પાણીનું ટીપુ જોવા ના મળે ત્યાં આ નડેશ્વરી યુવક મંડળ દ્વારા આવનાર યાત્રીઓને મફત
પાણી આપી એક માનવસેવાનું ઉદાહરણ પુરુ પાડે છે,આજનો આ લોક મેળો ખૂબ ધૂમ ધામ થી ઉજવાયો હતો અને આજના આ મેળામાં આવનાર હજારો લોકોએ માતા નડેશ્વરી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
 સતત ૧૫ વરસથી પાણીની સેવા આપતા નડેશ્વરી યુવક મંડળ ઠંડું પાણીની સતત સેવા આપે છે.


Download Our B K News Today App



Related News