થરામાં પ્રજાપતિ સમાજની કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે હવન યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:09:32
  • Views : 458
  • Modified Date : 2019-04-16 06:09:32

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી પ્રજાપતિ (થરેચા) સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પણ
સ્થાપના કરવામાં આવેલ. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માની આરતી, રમેલ, હવન, પલ્લી, બાધા વગેરે ધાર્મિક કાર્યક્રમ વાર તહેવારે યોજાય છે. ચાલુ સાલે ચૈત્ર સુદ ૯ ને રવિવારના રોજ સવારે ૯-૧૫ કલાક થી  ૪-૧૫ કલાક સુધી થરેચા પ્રજાપતિ સમાજની કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ગં.સ્વ.ચંપાબેન કેશાભાઈ પ્રજાપતિ પરિવારના કમુબેન સોમાભાઈ કેશાભાઈ પ્રજાપતિના યજમાનપદે શાસ્ત્રી જોષી  નરેશકુમાર (લાલાભાઈ) ભૂદરભાઈ થરાવાળાના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ - વિધાનથી નવચંડી યજ્ઞ પરિપૂર્ણ થયેલ.આ યજ્ઞમાં ચડાવાને બાદ કરતાં ચૈત્રસુદ -૫ ની રાત્રે શ્રી બ્રહ્માણી મંદિરે પરિવાર એકત્રિત થઈ ચિઠ્ઠી દ્વારા પ્રજાપતિ ભાઈઓ ભાગ્ય અજમાવે છે. છેલ્લાં સાત વર્ષથી ચિઠ્ઠી દ્વારા પ્રજાપતિ ભાઈઓ ભાગ્ય અજમાવે છે. જેમાં પ્રથમ વર્ષે  પ્રજાપતિ અરજણભાઈ છગનભાઈ, દ્વિતીય વર્ષે પ્રજાપતિ ભેમાભાઈ જીવણભાઈ, તૃતીય વર્ષે પ્રજાપતિ ભેમાભાઈ નાનજીભાઇ, ચતુર્થ વર્ષે પ્રજાપતિ દાનાભાઈ બાવાભાઈ, પાંચમાં વર્ષે પ્રજાપતિ બબાભાઈ કરમશીભાઈ, છઠ્ઠા વર્ષે પ્રજાપતિ અમરતભાઈ સગરામભાઈ, ચાલુ સાલે સાતમાં વર્ષે પ્રજાપતિ કમુબેન સોમાભાઈ કેસાભાઈએ હવનમાં બેસી લાભ લીધેલ.આ યજ્ઞને સફળ બનાવવા કેશાભાઈ જે.પ્રજાપતિ, રાજુભાઈ પી.પ્રજાપતિ, રસિક જી.પ્રજાપતિ,  શંભુભાઈ વી.પ્રજાપતિ, રવિ આર.પ્રજાપતિ, રાજુ એન. પ્રજાપતિ, ભરત ભેમાભાઈ પ્રજાપતિ, પ્રવિણ એચ.હરીભાઈ પ્રજાપતિ વિગેરે અથાગ મહેનત કરેલ.



Download Our B K News Today App



Related News