થરાદપંથકની હીચકારી ઘટના પ્રેમીના પ્રેમમાં અંધ માતાએ દીકરાની હત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-30 11:43:04
  • Views : 1146
  • Modified Date : 2020-10-30 11:43:04

 વાવ તાલુકાના બુકણા ગામના રહેવાસી અને ચારડા ગામમાં ખેત મજુરી કરતા  
ઠાકોર પરિવારમાં એક માતાએ પોતાના પ્રેમી સાથે ભાગી અને તેમના પ્રેમમાં અડચણરૂપ બનતું દોઢ વર્ષના બાળકની ઠંડા કાળજે બેરહેમીથી ગળંુ દબાવીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ અંગે બાળકના પિતાએ  થરાદ
પોલીસ મથકમાં હત્યારી  માતા અને તેના પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે  
પીઆઇ જે.બી.ચૌધરીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ હત્યારા પ્રેમી અને માતા ને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
મૂળ વાવ તાલુકાના બુકણા ગામના વતની અને હાલ થરાદ તાલુકાના ચારડા ગામે ખેત મજૂરી કરતા ઠાકોર ભરતભાઈ નાગજીભાઈ અને તેમની પત્ની મંજુલાબેન ઠાકોર અને તેમના દોઢ વર્ષના પુત્ર સાથે રહીને મજૂરી કરતા હતા. ત્યારે ચાર દિવસ પહેલા માતાજીની આઠમ હોવાથી તેઓ પોતાના વતન બુકણા ગામે માતાજીના દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી પાછા ચારડા આવવા માટે વાવ બસ સ્ટેશન ખાતે બસની રાહ જોઇને ઊભા હતા. ત્યારે ભરતભાઈની પત્ની મંજુલાએ પેશાબ કરવા જવું છે એવું કહીને ત્યાં પહેલેથી હાજર રહેલા પોતાનાં પ્રેમી ભોરડુ ગામના ઉદાભાઈ અમીસીગ માજીરાણાના મોટરસાયકલ પર બેસીને પોતાના દોઢ વર્ષના
 પુત્રને સાથે લઈને ભાગી ગઈ હતી. ત્યારે તેમના પતિએ બૂમ પાડી પરંતુ તે કોઈએ ના સાંભળ્યું  નંે? મોટરસાયકલ લઈને નાસી છૂટયા હતા. ત્યાર બાદ ભરત ઠાકોરે ચારડા ખાતે આવી પોતાના ખેતરની બાજુમાં ખેત મજૂરી કરતા તેમના સસરા ભુરાજી ઠાકોર અને તેમના કુટુંબીજનોને આ  ઘટનાની વાત કરી હતી. અને ત્યારબાદ તેમના સસરા પક્ષ અને તેમના કંુટુંબ દ્વારા પોતાની પત્નીની શોધખોળ ચાલુ કરી હતી.
આ દરમિયાન મંગળવારના રોજ ભરત ઠાકોર પોતાના સાસરી પીરગઢમાં હતો. ત્યારે ચાર વાગ્યાના સુમારે બે ગાડીઓ પોતાના સાસરીના ઘરે આવી હતી. જેમાંથી પીરગઢના પુનમા ઠાકોર, શ્રીરામ ઠાકોર અને પ્રેમ ઠાકોર તેમજ ખાનપુર અને  ચારડા ગામના આગેવાનો અને ભાગી ગયેલી ભરત
ઠાકોરની પત્ની મંજુલા ગાડીમાંથી ઉતરીને આવ્યા હતા. જેમાં આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, અમોએ જેતડા ગામના એક ખેતરમાં મજૂરી કરતા હતા ત્યારે આ મહિલાને જોતા અમે તેને
પકડીને અહીં મુકવા આવ્યા છીએ. ત્યારબાદ ભરતની પત્ની મંજુલાના હાથમાં પુત્ર રવિ એક કાપડમાં વિટલાવેલો હતો. જેની આંખો નીકળી ગઈ હતી. અને મોઢામાંથી જીભ  બહાર નીકળેલી હતી. જેથી ભરતભાઈ ઠાકોરે થરાદ પોલીસ સ્ટેશનમાં પત્ની મંજુલા અને તેના પ્રેમી ઉદા માજીરાણા વિરૂદ્ધ હત્યા કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બાળકની લાશને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News