ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, જર્મન, સ્વીસ જર્મન અને ફ્રેન્ચ ભાષા જાણતી પ્રેક્ષા રાવલ પહેલી ઉમેદવાર મહાપાલિકાની ચૂંટણીના મેદાનમા માતા-પુત્રીએ એક સાથે ઝંપલાવ્યંુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 11:27:03
  • Views : 315
  • Modified Date : 2021-04-04 11:27:03

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા પણ
ભાઇ-ભાભી, જેઠ-જેઠાણી અને સાસુ-વહુ ચૂંટણી લડતા કિસ્સા સામે આવ્યા છે. પરંતુ તમામ ઉમેદવાર સામ સામે ઇલેક્શન લડતા હોવાના બનાવ બન્યા છે. ત્યારે ગાંધીનગર
મહાપાલિકાની ચૂંટણીમાં એક સાથે છ ભાષામાં નિપૂણતા મેળવનાર દિકરી અને ગૃહિણી તરીકે પરિવારને સંભાળતા માતા એક જ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા હોવાનો પહેલો કિસ્સો જાેવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટી ગાંધીનગર મહાપાલિકાની
પહેલીવાર ચૂંટણી લડી રહ્યુ છે. પુરા જાેશ સાથે પાર્ટી મેદાનમાં આવી છે. ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારોએ તમામ પાર્ટીઓ
પહેલા મત વિસ્તારમાં પ્રચાર કરી દીધો છે. ત્યારે વોર્ડ નંબર ૧માં માતા અને વોર્ડ નંબર ૩ માં પુત્રીએ ચૂંટણીના જંગમાં ઝપલાવ્યુ છે. જેને લઇને શહેરભરમાં માતા પુત્રીની ચર્ચા સાંભળવા મળી રહી છે. શિક્ષિત પરિવારમાંથી આવતા માતા પુત્રી
રાજકારણની છાપ બદલવા મેદાનમાં આવ્યા છે.
વર્ષોથી સેક્ટર ૨૭માં રહેલા અને હાલમાં સેક્ટર ૨૬માં રહેતા રીનાબેન રાવલે એસવાય બીએનો અભ્યાસ કર્યો છે, જ્યારે ઘરકામ ઉપરાંત
પતિની ફેક્ટરમાં મદદ કરે છે. જ્યારે વોર્ડ નંબર ૧ સેક્ટર ૨૫,૨૬ અને રાંધેજા વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને કહ્યુ કે, રાજકારણમાં હંમેશા નાણા કમાવા માટે જ આવો તે યોગ્ય નથી. મતદારો તમારી પાસેથી સારા શાસનની અપેક્ષા રાખતા હોય છે. તેને લઇને જ મહાપાલિકાની ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યુ છે.
બીજી તરફ વોર્ડ નંબર ૩ સેક્ટર ૨૪,૨૭ અને ૨૮માંથી રીનાબેનની દિકરી પ્રેક્ષા રાવલ આપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રેક્ષા રાવલ એક સાથે છ ભાષાના જાણકાર છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી
ઉપરાંત જર્મન, સ્વીસ જર્મન અને ફ્રેન્ચ ભાષા જાણે છે. મહાપાલિકાના ઉમેદવારી કરનાર ૨૩૩ ઉમેદવારમાં સૌથી વધુ યુવા અને ભાષાના જાણકાર ઉમેદવાર છે.
પીડીપીયુમાંથી બી.કોમ ઓનર્સ ઇન્ટરનેશનલ ટ્રેડનો અભ્યાસ કર્યો છે. જ્યારે કલ્ચર એક્ષચેન્જમાં સ્વિત્ઝરલેન્ડમાં અભ્યાસ કર્યો છે.
પ્રેક્ષા રાવલે કહ્યુ હતુ કે, મને મારા માતા, પિતા અને ભાઇ દ્વારા પુરો સહયોગ
આપવામાં આવી રહ્યો છે. રાજકારણમાં શિક્ષિત લોકોની જરૂર છે. સારો અને શિક્ષિત નેતા આવશે તો સારી રીતે શહેરમાં વિકાસ કરી શકશે. ચૂંટણી લડવા માટે મારા કોલેજના મિત્રો દ્વારા કહેવામાં આવ્યંુ હતંુ. તેમના સપોર્ટથી આજે
મહાપાલિકાની ચૂંટણી લડી રહી છુ. પરિણામ જે આવે તે પરંતુ મતદારોને પણ શિક્ષિત ઉમેદવાર પસંદ કરવા ઓપશન આપવો પડશે.

Download Our B K News Today App



Related News