નીતિશ કેબિનેટનો નિર્ણય, માતા-પિતાની સેવા નહીં કરનાર જશે જેલમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 13:26:15
  • Views : 478
  • Modified Date : 2019-06-12 13:26:15

બિહાર કેબિનેટની 11 જૂને થયેલી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે અને 17 એજન્ડાને મંજૂરી આપવામાં આવી છે. નીતિશ સરકારે દારુબંધી અને દહેજબંધી પછી સામાજિક કુરિવાજ દૂર કરવા માટે વધુ એક પ્રયત્ન કર્યો છે. મંગળવારે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે બાળકો માટે માતા-પિતાની સેવા કરવું ફરજિયાત છે. માતા-પિતાની ફરિયાદ ઉપર સેવા નહીં કરનાર બાળકોને જેલમાં પણ જવું પડશે. આ સાથે બિહાર કેબિનેટે CM વૃદ્ધા પેન્શન યોજનાને હવે રાઇટ ટૂ સર્વિસ એક્ટમાં સામેલ કરવાનો નિર્ણય પણ કર્યો છે.
કાશમીરના પુલવામાં અને કુપવાડાની આતંકી ઘટનાઓમાં શહીદ થયેલા બિહારના જવાનોના આશ્રિતોને સરકારી નોકરી મળશે. પુલવામાં હુમલામાં ભાગલપુરના રતન કુમાર ઠાકુર અને મસૌઢીના સંજય સિન્હા શહીદ થયા હતા. જ્યારે કુપવાડા હુમલામાં બેગૂસરાયના પિન્ટુ કુમાર સિંહ શહીદ થયા હતા.

Download Our B K News Today App



Related News