દહેગામમાં બે દિકરીનોની હત્યારી માતા જેલ હવાલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 12:07:34
  • Views : 297
  • Modified Date : 2020-12-30 12:07:34

દહેગામના આંત્રોલી ગામમાં રહેતી માતા નણંદે મારેલા સામાન્ય મેણાને લઇ ઘરેથી નિકળી જઇ નર્મદા કેનાલમાં ફેકી દીધી હતી. જેમાં એક છ મહિનાની દિકરીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પરંતુ ૪ વર્ષની દિકરીનો મૃતદેહની હજુ શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે બે દિકરીઓની હત્યારી માતાને ગતરોજ મંગળવારે જેલમાં ધકેલી દેવામાં આવી હતી.
દહેગામના આંત્રોલી ગામમાં એક કમનશીબ ઘટના બની હતી. એક માતાએ
પોતાની બે દિકરીઓને નર્મદા કેનાલમાં નાંખી દેતા સમગ્ર બનાવે કંપારી છોડાવી દીધી હતી. ત્યારે હત્યારી માતા સામે લોકોમાં રોષ જાેવા મળતો હતો. ત્યારે બે દિકરીની માતા
શિલ્પાબેન સિદ્ધરાજસિંહ સોલંકીને આજે મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્વારા બે દિકરીની હત્યારી માતા
શિલ્પાબેનને જેલમાં ધકેલી દેવાનો આદેશ કર્યો હતો.
નર્મદા કેનાલમાં શોધખોળ બાદ છ મહિનાની દિકરી શ્રદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ૪ વર્ષની દિકરી ઉર્વશીનો મૃતદેહ હજુ સુધી હાથ લાગ્યો નથી. ઉલ્લેખનિય છેકે, સંતાન વિનાના માતા પિતા પત્થર એટલા દેવ કરતા હોય છે. ત્યારે બે માસુમ દિકરીઓને જીવતી કેનાલમાં નાખી મારી નાખવાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. જ્યારે માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News