કોરોના વાયરસ સામે પાંચ વર્ષના માસુમે જીતી જંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 11:56:42
  • Views : 488
  • Modified Date : 2020-04-20 11:56:42

જિલ્લા માટે આનંદના સમાચાર એ છે કે જિલ્લાના પ્રથમ કોરોના પોઝીટીવ પાંચ વર્ષના બાળક દર્દીએ કોરોના વાયરસ સામે જંગ જીતી છે.
પાકિસ્તાન સરહદને અડીને વાવના મીઠા વીચારણ ગામમાં મહેક અરવિંદભાઈ વાદલિયા નામના પાંચ વર્ષના બાળકને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું હતું. બાળકને કોરોના
પોઝીટીવ આવતા જ તેને સારવાર અર્થે બનાસ મેડિકલ કોલેજની કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાંચ વર્ષના બાળકને સારવાર દરમ્યાન એકલો રાખી સારવાર કરવી મુશ્કેલ હતી. પરંતુ બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ
હોસ્પિટલ પાલનપુરના ડોકટરો અને મેડીકલ સ્ટાફે બાળકને કોરોના વાયરસની અસર વચ્ચે સારવાર સાથે
પરિવારની જેમ પ્રેમ આપી બચાવ્યું છે. બાળક મહેક ન માત્ર કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યો હતો પરંતુ તેને ખેંચની બીમારી અગાઉથી હતી. આ વચ્ચે બાળકના બંને કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા બનાસ મેડીકલ કોલેજના તમામ સભ્યો અને આરોગ્ય વિભાગ આનંદની અનુભૂતિ કરી રહ્યો છે. બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ
પાલનપુર દ્વારા પાંચ વર્ષના બાળકની સારવાર બદલ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડીકલ કોલેજના ડાક્ટરો, ન‹સગ  સ્ટાફ, મેડીકલ સ્ટાફ સહિત કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લામાં કોરોના મહામારી સમયે બનાસ મેડીકલ કોલેજનો તમામ સ્ટાફ આજ પ્રકારે લોકસેવા કરે તે માટે આહ્વાન કર્યુ હતુ. બાળકની સારવારમાં રોકાયેલા સીડીએમઓ ડો. ભરતભાઈ મિસ્ત્રી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનિલભાઈ જોશી, એક્ઝિક્યુટિવ ઓફિસર. જવાહરભાઈ ચંદાણી, નોડલ ઓફિસર. અજીતભાઈ શ્રીવાસ્તવ, ડો. ભાવેશભાઇ પ્રજાપતિ, ડો. અમિતભાઈ વાઘેલા તથા તમામ ન‹સગ સ્ટાફ, સફાઈ કામદાર સ્ટાફ, સિકયુરીટી સ્ટાફ, ડાયેટ અને અન્ય સુવિધા આપનાર સ્ટાફની કાળજીપૂર્વકની સેવાઓ અભિનંદનને પાત્ર છે.

Download Our B K News Today App



Related News