ચીનને પછડાટ : મસૂદ અંતે વૈશ્વિક ત્રાસવાદી જાહેર થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 11:20:48
  • Views : 500
  • Modified Date : 2019-05-02 11:20:48

સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદના મોરચા પર ભારતને મોટી જીત હાંસલ થઇ છે. સંયુક્ત રાષ્ટ્રે આજે ચીન અને પાકિસ્તાનની તમામ દલીલોને ફગાવી દઇને પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો હતો. આની સાથે જ મસુદ અઝહરના ખરાબ દિવસોની શરૂઆત થઇ ગઇ છે. ભારત અને ફ્રાંસ સહિતના દેશોએ સંયુક્ત રાષ્ટ્રના આ પગલાનું સ્વાગત કર્યું છે. આતંકવાદી મસૂદના મુદ્દે ચીન દ્વારા વારંવાર અડચણો ઉભી કરવામાં આવી રહી હતી પરંતુ ચીન ઉપર દિનપ્રતિદિન દબાણ વધ રહ્યું હતું. આ પહેલા ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ હેઠળ મસૂદને બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવથી પોતાના પગલા પાછા ખેંચી લીધા હતા. હજુ સુધી મસુદ વારંવાર અડચણો ઉભી કરી રહ્યો હતો. સાથે સાથે આતંકવાદી હુમલાઓને અંજામ આપી રહ્યો હોવા છતાં ચીને તેનો સાથ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સઇદ અકબરુદ્દીને Âટ્‌વટ કરીને કહ્યું છે કે, આ નિર્ણયમાં તમામ નાના મોટા એક સાથે આવ્યા હતા. મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં મુકવામાં આવ્યા બાદ મસૂદ ઉપર સકંજા વધુ મજબૂત થશે. મસુદના ત્રાસવાદી સંગઠને પુલવામામાં આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા.


Download Our B K News Today App



Related News